સુરતમાં ૬ ફૂટ લાંબો મગર દેખાતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો.
surat :
ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં મગર જોવા મળે તે સામાન્ય વાત છે. નદીમાં પૂર આવતાની સાથે જ વડોદરામાં અનેક રહેણાક વિસ્તારોમાં મગર ઘૂસી ગયાના બનાવો બનતા હોય છે. પણ સુરત શહેરના રહેણાક વિસ્તારમાં મગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ફફડાટ પણ વ્યાપી ગયો છે.
ભારે વરસાદ બાદ આજે સુરતના વાલક પાટિયા નામના રહેણાક વિસ્તારમાં લગભગ ૬ ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. રહેણાક વિસ્તારમાં મગર ફરી રહ્યો હોવાના સમાચારથી જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગેની જાણ વન વિભાગને કરી હતી. મગર જોવા મળ્યાના જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી. મગરને પકડવાની કામગીરી રાત્રે જ હાથ ધરી દેવાઈ હતી. મહામહેનતે આ મગરને પકડીને એક પાંજરામાં બંધ કર્યો હતો.