શેર બજારમાં રોનક, 37000 પર સેન્સેક્સ, નિફ્ટીમાં રેકોર્ડ ઉછાળો.
શેર બજારમાં ગુરુવારે સવારથી જ તેજી જોવા મળી અને sensex પહેલી વાર 37000 ના આંકડા સુધી પહોંચ્યુ છે. સેન્સેક્સ આ રેકોર્ડ સ્તર પર પહેલી વાર પહોંચ્યુ છે. સેન્સેક્સ 100 અંકથી વધુના ઉછાળા સાથે 37,000 પર પહોંચી ગયુ જ્યારે nifty પણ ગુરુવારે 11,172 પોઈન્ટના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યુ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુરોપીય કમિશન ચીફ સાથે નવા ટેરિફને નિલંબિત કરવા પર સંમતિ સધાયા બાદ એશયાઈ શેરોમાં તેજી આવી છે.
નિફ્ટી 50 માં 40 પોઈન્ટના ઉછાળા સાથે 11,172 પોઈન્ટના નવા ઓલ ટાઈમ ઉચ્ચ સ્તરે પહોંચી ગયુ. સેન્સેક્સ 36,858.23 પર બુધવારે બંધ થયો હતો અને ગુરુવારે તેણે પહેલી વાર 37,000 ના આંકડાને સ્પર્શી લીધુ. કેનેડા બેંકના પહેલા ત્રિમાસિક પરિણામો સારા હોવાની અપેક્ષા બાદ બેંકોના શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
કેનેડા બેંકના શેરમાં પણ 5 ટકાનો ઉછાળો જોવામા આવ્યો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1.9%, બેંક ઓફ બરોડા 1.7%, ઈન્ડિયન બેંક 1.4%, યુકો બેંક 1.4%, બેંક ઓફ ઈન્ડિયા 1.3%, ઈન્ડિયન ઓવરસીઝ બેંક 1.3%, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ના શેર 1.2% વધારા પર છે. ગુરુવારે અમેરિકી ડૉલરના ટ્રેકિંગ લાભના મુકાબલે રૂપિયો મામુલી મજબૂત થયો છે. રૂપિયો હજુ એક અમેરિકી ડૉલરના સામે 68.70 પર છે.
source: oneindia.com