રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટએ આપ્યો કોંગ્રેસને મોટો ઝટકો : જાણો કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતા જશે જેલમાં, 1 વર્ષની જેલની સજા ફટકારી

નવી દિલ્હી :

સુપ્રીમ કોર્ટે 1988ના રોડ રેજ કેસમાં કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારી મોટો ઝટકો આપિ દિધો છે. અગાઉ સિદ્ધુને આ મામલે રાહત મળી હતી. પરંતુ રોડ રેજમાં જે વ્યક્તિનું મોત થયું હતું તેના પરિવારે રિવ્યૂ પિટીશન દાખલ કરી હતી. જેના પર સુનાવણી થતા સિદ્ધુને એક વર્ષ સશ્રમ એટલે કે કઠોર કારાવાસની સજા ફટકારવામાં આવી છે. અત્રે જણાવવાનું કે રિવ્યૂ પિટીશન પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ કે સિદ્ધુએ આ કેસમાં એક વર્ષ જેલમાં વિતાવવું પડશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ આ જ કેસમાં સિદ્ધુને માત્ર 1000 રૂપિયાનો દંડ થયો હતો. આ પહેલા પંજાબ હરિયાણા હાઈકોર્ટે સિદ્ધુને culpable homicide મામલે ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી છૂટકારો થયો હતો. પરંતુ  ઈજા પહોંચાડવાના મામલે એક હજાર રૂપિયાનો દંડ લાગ્યો હતો. આઈપીસીની કલમ 323 હેઠળ સિદ્ધુ પર 33 વર્ષ પહેલા કેસ થયો હતો. જેમાં વધુમાં વધુ સજા એક વર્ષની સજા થઈ શકે. મળતી માહિતી મુજબ હવે સિદ્ધુને પંજાબ પોલીસ કસ્ટડીમાં લેશે.

ત્રણ દાયકા જૂના આ કેસની વિગતો જોઈએ તો 27 ડિસેમ્બર 1988ના રોજ સિદ્ધુ મિત્ર રૂપિન્દરસિંહ સંધૂ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના માર્કેટ ગયા હતા. તે સમયે તેઓ ક્રિકેટર હતા. તે જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષના વૃદ્ધ ગુરનામસિંહ સાથે નોકઝોક થઈ. વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ. સિદ્ધુએ ગુરનામ સિંહને પગ મારી પાડ્યા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમનું મોત થયું. જો કે રિપોર્ટમાં આવ્યું કે તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તે સમયે સિદ્ધુ અને તેમના મિત્ર બંને પર કેસ થયો. સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો. 1999માં સેશન્સ કોર્ટે કેસ ફગાવ્યો. 2002માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. આ દરમિયાન સિદ્ધુ રાજકારણમાં આવ્યા. ડિસેમ્બર 2006માં હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. હાઈકોર્ટે સિદ્ધુ અને સંધૂને દોષિત ઠેરવતા 3-3 વર્ષની કેદની સજા ફટકારી. આ સાથે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સિદ્ધુ તે સમયે 2004ની લોકસભા ચૂંટણી ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. આ ચુકાદા બાદ તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સિદ્ધુ તરફથી દિવંગત નેતા અરુણ જેટલીએ કેસ લડ્યો હતો અને સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી. પરંતુ પીડિત પરિવારે સુપ્રીમમાં રિવ્યૂ પિટીશન દાખલ કરી અને હવે કોર્ટે પોતાનો ચુકાદો પલટ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x