ગાંધીનગરગુજરાત

વાવોલ માં ઝાડ તૂટ્યું, એક મહિલાનું દબાઇ જતાં થયુ મોત

ગાંધીનગર :

જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી દિવસો માં લીલા તથા સુકા ઝાડ તૂટી પડવાને કારણે અકસ્માતનાં બનાવો વધ્યા છે. ત્યારે વાવોલની કિર્તીધામ સોસાયટીનાં પ્રવેશ દ્વારે આવેલી આશરે 80 વર્ષ જુની આંબલીની તોતીંગ ડાળી તુટી પડતા બે મહિલા તથા એક બાળકી દબાઇ હતી. જેમાં 40 વર્ષિય મહિલાનું દબાઇ જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતુ જ્યારે માતા-પુત્રીને ઇજાઓ પહોચતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. બુધવારે વહેલી સવારે ઝરમર વરસાદ વચ્ચે આ ઘટના બનતા દોડધામ મચી ગઇ હતી. ફાયર ટીમે એક કલાકની જહેમતે પિડીતોને બહાર કાઢીને સિવિલ ખસેડ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x