એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાવોલ ખાતે એજ્યુકેશન હોસ્પિટલનો શુભારંભ કરાયો
ગાંધીનગર :
એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક એજ્યુકેશન હોસ્પિટલનો એચ. પી. પેટ્રોલ પંપ નજીક, હોટલ લીલાની સામે, ગોકુળપુરા નજીક, વાવોલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ગાંધીનગરમાં વસવાટ કરતા અને આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ટ્યુશન શિક્ષણનો નિ:શુલ્ક લાભ મળી શકે અને બાળકોમાં છુપાયેલ પ્રતિભાને ઉજાગર કરી શકાય. તેથી સંસ્થાના સાથી મિત્રો દ્વારા આ બાળકોને શિક્ષણ અને અન્ય પ્રવૃતિઓમાં વધુમાં વધુ નિપુણ બનાવી શકાય તે માટેના પ્રયત્નો થશે. જેમાં બાળકોને ભણતર માટેના સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બાળકોને શિક્ષણ માટે થઈને જેમાં આર્થિક સહયોગ થઈ શકે તે માટે અમારી સંસ્થા મદદરૂપ થશે તે બાળકોને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકો પોતાના અભ્યાસને સરળ બનાવી શકે તે માટેનાં માઈન્ડ પાવરના ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવશે અને બાળકોના આરોગ્યને લઇને સમયાંતરે મેડીકલ ચેક અપ કેમ્પ પણ આયોજન કરવામાં આવશે જેથી બાળકો નીરોગી રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે અને બાળકો માટે કુપોષણના પ્રશ્નોને હલ કરવા માટે બાળકોને જરૂર મુજબનો ખોરાક ભોજન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
તુષાર નો Happy Birthday હોવાથી બાળકો સાથે કેક કાપીને બાળકોને આ ખુશીઓની ક્ષણોના ભાગીદાર બનાવવામાં આવ્યાં. શહેરના જે પણ મિત્રોને પોતાના સગાવાલા નો જન્મદિવસ આવા આર્થિક રીતે નબળા અને જરૂરિયાત મંદ બાળકોની સાથે મનાવવો હોય તેમણે S.N. PATEL Sir નો મોબાઈલ 80003 85982 પર સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યું છે.
વધુ માં આજ રોજ વાવોલ મુકામે સંસ્થાની ટીમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડના વૃક્ષો વાવીને પ્રકૃતિ પર્યાવરણને બચાવવા માટે હરહંમેશ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો.