15 ઓગસ્ટે વડાપ્રધાન મોદી પર ડ્રોન હુમલાનું આતંકી ષડયંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સામે ફરી જોખમ સર્જાયું છે. તેમની પર હુમલો કરવા આતંકીઓ ટાંપીને બેઠા છે. લશ્કરે તોયબાએ વડાપ્રધાનને નિશાન બનાવી હુમલો કરવાનું કાવતરું ઘડયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મોદી પર ડ્રોન વડે હુમલો કરવાની ફિરાકમાં આ આતંકવાદી સંગઠન છે.
ગુપ્તચર એજન્સીઓએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલા પર ડ્રોન હુમલાની આપેલી ચેતવણીમાં જણાવ્યું છે કે 15મી ઓગસ્ટે મોદીના રાષ્ટ્રજોગ સંબોધન વેળા તોઈબાના આતંકીઓ તેમના પર હુમલો કરી શકે છે. આ જાણકારીનો પર્દાફાશ વડાપ્રધાનની સુરક્ષા પાંખની ઉચ્ચસ્તરીય બેઠકમાં થયો છે.
લાલ કિલ્લાના ટાવરો પર હાઇ-રિઝોલ્યુવેશન કેમેરા લગાવવાનો પ્રસ્તાવ છે. લાલ કિલ્લા પર એર ડિફેન્સ ગનને પણ તૈનાત કરવાના પ્રસ્તાવ પર પણ વિચારણા હાથ ધરાઈ છે. એટલું જ નહી 15 ઓગસ્ટના રોજ દિલ્હીને નો ફ્લાઇ ઝોન જાહેર કરવાની સાથે ફાઈટર વિમાનોને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રખાશે.
ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાન અને ભારતમાં છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ટેલિફોન પર ચર્ચાની આંતર્યા પછી આતંકીઓની મેલી મુરાદની માહિતી પ્રાપ્ત થઈ છે. ડ્રોન હુમલાના જોખમને ધ્યાનમાં લઈ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સઘન પગલાં લેવાની શરૂઆત કરી છે. એસપીએજીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીના ભાષણ એરિયાને એક બુલેટ પ્રૂફ ઓવરહેડ આવરણથી ઢાંકવાનો પ્રસ્તાવ મુક્યો છે