ahemdabadગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં આજે સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની જળયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આગામી પહેલી જુલાઈએ યોજાશે.ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે યોજાનાર ભગવાન જગન્નાથની જળયાત્રાને લઇ જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તો ઢોલ-નગારા સાથે પહોંચી ગયા છે. તો આ જળયાત્રા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સાબરમતી નદીના કિનારે જશે, જ્યાં રાજકીય અગ્રણીઓ દ્વારા વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરાશે.

આ જળયાત્રામાં રાજ્યના ઉપસ્થિત રહેવા ગૃહપ્રધાન હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચી ગયા છે. સાથે જ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મંદિર પરિસરમાં ત્રણેય રથને શણગારવામાં આવ્યા છે. આજે ભગવાનની જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી ગઈ છે. હવે થોડીવારમાં ગંગાપૂજન શરૂ થશે. ત્યાર બાદ 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે.ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે.

સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે અને જ્યાં પણ લોકો દર્શન કરી શકશે.આ જળયાત્રા મહોત્સવમાં સાધુ સંતો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x