ગુજરાતીઓએ કેવી રીતે કર્યા 2400 કરોડ કાળાં નાણાંને ધોળાં,આવકવેરા વિભાગે કરી લાલ આંખ
શેરબજારમાં નાના સ્ટોક એટલે કે પેનીસ્ટોકમાં રોકાણ કરી લોંગ ટર્મ કેપિટલ ગેઈન મેળવી કાળાં નાણાંને ધોળાં કરનાર સામે આવકવેરા વિભાગે સકંજો કસવાની તૈયારી કરી લીધી છે. સેબીના રિપોર્ટ મુજબ શેરબજારના પ્લેટફોર્મનો દુરૂપયોગ કરી દેશમાં ૩૮૦૦૦ કરોડના કાળાં ધોળાં થયા છે, જેમાં ગુજરાતીઓએ કુલ ૨૪૦૦ કરોડનો લાભ મેળવ્યો છે. સુરતની વાત કરીએ તો કુલ ૧૫૨૪ રોકાણકારો દ્વારા વર્ષ ૨૦૦૮થી ૨૦૧૫ના સમયગાળા દરમિયાન રૂપિયા ૮૫૦ કરોડ રૂપિયા ગજવે ઘાલવામાં આવ્યા છે. આઈટીને આશંકા છે કે ઝીરો બેલેન્સશીટ વાળી સ્ક્રીપ્ટોમાં રોકાણ કરી ૮૫૦ કરોડનો ખોટો લાભ લેવાયો છે. આથી જ વિભાગે આવા કેસોને રિ-ઓપન કરી રોકાણકારોને નોટીસ મોકલવાનું શરૂ કર્યું છે. સુરત આઈટીને ૩૫ ટકા લેખે ૩૦૦ કરોડ જેટલો ટેક્સ વત્તા દંડ અને વ્યાજની આવકની અપેક્ષા છે.