રાજ્યમાં જૈન સાધુ ભગવંતોને વિહાર દરમિયાન પોલીસ રક્ષણ આપવામાં આવશે
જૈન સાધુ સંતોની વિહાર દરમિયાન થતા રોડ અકસ્માત તથા અન્ય અનિચ્છનીય બનાવો બનતા નિવારવા માટે અને જૈન સાધુ-સાધ્વી ભગવંતોને વિહાર દરમિયાન પોલીસ રક્ષણને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી રાજ્ય ગૃહમંત્રીને જૈન સાધુ-સાધ્વી ભગવંતોને વિહાર દરમિયાન પોલીસ રક્ષણ આપવા તારીખ ૩૧મી મેના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
રામપુરાભંકોડા જૈન સાધુ સંતોની વિહાર દરમિયાન પોલીસ રક્ષણ આપવાને લઈને ૩ જૂનના રોજ પોલીસ મહાનિર્દેશક ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો રેન્જ અને જિલ્લા પોલીસ વડાઓને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
તમામ વિહાર સેવા ગ્રુપ અને તમામ શ્રી સંઘોને નિવેદન છે કે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વિહાર દરમિયાન પોલીસ રક્ષણ માટે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી રક્ષણ પ્રાપ્ત કરવા જણાવવામાં આવ્યું છે. જૈન સાધુ સંતોની વિહાર દરમિયાન થતા રોડ અકસ્માત તથા અન્ય અનિચ્છનીય બનાવો બનતા નિવારવા માટે યોગ્ય પગલાંની કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.