ગુજરાત

શાળાને ટક્કર મારે તેવી ખાનગી શાળા : મંત્રી વિભાવરીબેનની જીભ લપસી

રાજકોટ :

આજે ગુરૂવારે રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે સ્વસ્થ નારી સ્વસ્થ સમાજ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ અને સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, અંજલીબેન રૂપાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતમાં વિભાવરીબેનની જીભ લપસી હતા અને કહ્યું હતું કે, સરકારી શાળાને ટક્કર મારે તેવી ખાનગી શાળા બને તેવું હું જોવા ઇચ્છુ છું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સરકારી શાળાના શિક્ષણનું સ્તર સુધારવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સરકારી શાળામાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. તેમજ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબદ્ધ કરાવવામાં આવી રહી છે. જેને પગલે ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ સરકારી શાળા તરફ વળી રહ્યા છે. હાલ સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી બની રહી છે. તેને બદલે કહ્યું હતું કે, આવતા દિવસોમાં સરકારી શાળાને ટક્કર મારે તેવી ખાનગી શાળા બને. આવા નિવેદનથી રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x