ગુજરાત

અમરેલીમાં ST બસ પાનની દુકાનમાં ઘૂસી ગઇ, લોકોએ હોબાળો માચાવીને ડ્રાઇવરને માર માર્યો.

અમરેલી :

અમરેલીના સેટ્શન રોડ પર ક્રિષ્ના પેટ્રોલપંપ નજીક આજે સવારે એસટી બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પાનની દુકાનમાં બસ ઘૂસી ગઇ હતી. સદનસીબે રોડ પર ઘટના સમયે કોઇ લોકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બાદમાં લોકોના ટોળાએ બસમાં બેઠેલે ડ્રાઇવરને માર માર્યો હતો.

અમરેલી-જાત્રુડા રૂટની બસ આજે સવારે જાત્રુડા તરફ જઇ રહી હતી ત્યારે સ્ટેશન રોડ પર ડ્રાઇવરે બસના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી બસ પાનની દુકાનમાં ઘૂસી ગઇ હતી. બસ પાનની દુકાનમાં ઘૂસી તે દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ડ્રાઇવર સાથે લાફા માર્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x