ગુજરાત

ના.કા.ઇજનેર કેયુર ઠક્કરને માહિતી આયોગે ૫ હજારનો દંડ ફટકાર્યો

વડોદરા,તા.૨૮
મ્યુનિ.ના ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર અને જાહેર માહિતી અધિકારી વોર્ડ નં.-૭ કેયુર ઠક્કરને રાજ્યના મુખ્ય માહિતી કમિશનર બલવંતસિંઘે રૃ.૫૦૦૦નો દંડ ફટકાર્યો છે. ગોરવાના જયંતીલાલ મિસ્ત્રીએ આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી જવાબ ન આપવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

ગોરવાના નાગરિકે આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી જવાબ ન આપવા બદલ આ દંડ ફટકારાયો
મ્યુનિ.કોર્પોરેશન પાસેથી માહિતી ન મળતાં અપીલ કરવામાં આવી હતી. જે અન્વયે ગત તા.૧૯મીના રોજ સુનાવણી નિકળતા બલવંતસિંઘ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતીકે, તા.૧૨ માર્ચ, ૨૦૧૫ની આરટીઆઇ અરજી અંગે તેમને કોઇ જ જવાબ આપવામાં આવ્યો નથી.

મ્યુનિ.કોર્પોરેશન તરફથી ગત તા.૧૯મીના રોજ કોઇ હાજર રહ્યું ન હતુંકે, જવાબ પણ રજૂ કર્યો ન હતો. જેના પગલે રૃ.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. કેયુર ઠક્કરે આ દંડની રકમ તેમના અંગત ભંડોળમાંથી સરકારી તિજોરીમાં ભરવાની રહેશે.૩૧મી ઓગસ્ટ સુધીમાં દંડ ભરવામાંથી તે નિષ્ફળ જાય તો મ્યુનિ.કમિશનરે ઇજનેરના પગારમાંથી ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં કપાત કરવાના રહેશે ઔતેવો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x