ગાંધીનગરગુજરાત

રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરાશે.

ગાંધીનગર

રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઓગસ્ટ-૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરાશે. ૧૫મી ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સુરેન્દ્રનગર ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ભાવનગર ખાતે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો તથા જિલ્લા કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ-ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગત આ મુજબ છેઃ

■ કેબીનેટ કક્ષાના મંત્રીશ્રીઓ ■
૧ શ્રી આર.સી.ફળદુ – અમદાવાદ
૨ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – રાજકોટ
૩ શ્રી કૌશિકભાઇ પટેલ – સુરત
૪ શ્રી સૌરભભાઇ પટેલ – મહેસાણા
૫ શ્રી ગણપસિંહ વસાવા – દાહોદ
૬ શ્રી જયેશભાઇ રાદડીયા -જામનગર
૭ શ્રી દિલીપકુમાર ઠાકોર – કચ્છ
૮ શ્રી ઇશ્વરભાઇ પરમાર – ભરૂચ
૯ શ્રી કુંવરજીભાઇ બાવળીયા -અમરેલી

■ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ ■
૧૦ શ્રી પ્રદિપસિંહ જાડેજા – જૂનાગઢ
૧૧ શ્રી પરબતભાઇ પટેલ – બનાસકાંઠા
૧૨ શ્રી બચુભાઇ ખાબડ – પંચમહાલ
૧૩ શ્રી જયદ્રથસિંહજી પરમાર- ખેડા
૧૪ શ્રી ઇશ્વરસિંહ પટેલ – વલસાડ
૧૫ શ્રી વાસણભાઇ આહિર – પાટણ
૧૬ શ્રીમતી વિભાવરીબેન દવે- સાબરકાંઠા
૧૭ શ્રી રમણલાલ પાટકર- આણંદ
૧૮ શ્રી કિશોરભાઇ કાનાણી- નવસારી

આ ઉપરાંત મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, તાપી, બોટાદ, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે, એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *