ગુજરાત

ભાજપે ચૂંટણી જીતવા માટે 5000 કરોડની મગફળીનું કૌભાંડ કર્યુ : અમિત ચાવડા.

અમદાવાદ :
ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં અને બારદાનમાં આગ લાગવાની ઘટનાની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં મગફળીમાં માટી અને પથ્થર નિકળ્યાની ઘટનાએ ખેડૂતોને હચમચાવી મુક્યા છે. પેઢલા ખાતેના ગોડાઉનમાં રાખેલી મગફળી વેપારીએ ડિલીવરી લેવાનો ઇનકાર કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી કેમ કે 35 કિલો મગફળીની બોરીમાં 20 કિલો માટી હતી.

ગુજરાત કાંગ્રેસ દ્વારા આ ઘટનાને આધાર બનાવી રાજ્યની ભાજપા સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે વિધાનસભાની ચૂંટણી સમયે માત્ર ખેડૂતોના મત મેળવવા માટે ટેકાના ભાવે મગફળની ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી. ખરીદીની સત્તા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય તેવી સંસ્થાઓને સોંપાઇ હતી. 85 ટકા મગફળી ગુજકોટ દ્વારા ખરીદવામાં આવી પ્રથમ દિવસથી જ કાંગ્રેસના કાર્યકરો મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરતા આવ્યા છે. પુરાવાનો નાશ થતો હોય એમ મગફળીના ગોડાઉનમાં આગ લાગી અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે મગફળીના ગોડાઉનમા આગ લાગવાની ઘટનામાં સરકારના છુપા આશીર્વાદ છે.

ગુજરાત સરકારના કૃષિ મંત્રી આર. સી. ફળદુ ના કહેવા પ્રમાણે મગફળી કાંડમાં ગમે તે હશે તેના સામે કાર્યવાહી થશે. 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી છે જેમાંથી 4 લાખ મેટ્રિક ટનનું વેચાણ થયું છે. હવે ફરિયાદ આવી છે એટલે કાર્યવાહી કરી છે. દિલીપ સાંધાણીએ પણ રજુઆત કરી છે. પણ આ મામલે આર સી ફળદુ કઇ કહેવાનો ઈન્કાર કર્યો હતો મંત્રી કબુલાત કરે છે પણ કાર્યવાહી ક્યારે થશે એ સવાલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x