પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે લઠ્ઠાકાંડ મામલે સરકાર અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર ભાવનગરની મુલાકાત લીધી હતી. અહીં સર ટી હોસ્પિટલમાં તેમણે લઠ્ઠાકાંડના દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમ જ તેમણે ભાજપ, પોલીસ અને સરકારને આડેહાથ લીધી હતી. સમગ્ર રાજ્યને ગજવી મૂક્યું છે. ત્યારે હવે કૉંગ્રેસ પણ આ લઠ્ઠાકાંડ મામલે સરકાર પર પ્રહાર કરવા આગળ આવી છે. તેવામાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર મંગળવારે ભાવનગર સર ટી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે સરકાર અને પોલીસની મિલીભગતથી રાજ્યમાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે ભાવનગરમાં સારવારમાં લાવેલા દર્દીઓને મળવા માટે સરકારના પ્રધાનો તેમ જ રાજકીય પક્ષના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ પણ હોસ્પિટલની મુલાકાત લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.રાજકીય નેતાઓએ દર્દીઓઓ સાથે કરી મુલાકાત – ભાવનગરમાં મંગળવારે દિવસે બોટાદ લઠ્ઠાકાંડનાદર્દીઓને મળવા માટે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી. તેમ જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 5 વાગ્યાની આસપાસ મુલાકાત લીધી હતી. છેલ્લે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ દર્દીઓની મુલાકાત લીધી હતી. રોજિદ ગામના સરપંચ લેખિતમાં જાણ કરવા છતા અને પ્રજામાંથી પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પગલા ભરવામાં આવ્યા નહીં અને આ લઠ્ઠાકાંડની ઘટના સર્જાઈ. તેમાં 31 લોકોના મૃત્યુ નીપજયા છે. જેનો જવાબ ભાજપની સરકારે આપવો પડશે. દારૂબંધીમાં દારૂ પકડાય અને દારૂના નામે ઝેરી દવા પાય એ ગંભીર બાબતકોરોનામાં લોકોને પકડવા ડ્રોન તો બુટલેગર માટે કેમ નહીં – કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ પોલીસનો ખબરી હોય તેની બાદમાં બૂટલેગરો દ્વારા હત્યા થઈ જાય છે. તેની પાછળનું કારણ સરકાર અને પોલીસની મિલીભગત. તેના કારણે નિશ્ચિત કરેલા કેટલાક દારૂના બૂટલેગરો પોતાનો ધંધો ચલાવી રહ્યા છે અને જો કોઈ વિરોધ કરે તો તેની હત્યા કરી નાખવામાં આવે છે.