ગુજરાત

કેમિકલ કાંડ વચ્ચે આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત

આવતીકાલે સવારે 10 કલાકે પીએમ મોદી ગુજરાત પહોંચશે. તેના બાદ તેઓ સાબરકાંઠાની સાબર ડેરીમાં જશે. અહીં તેઓ 305 કરોડના ખર્ચે બનેલા પાવડર પ્લાન્ટ, 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટનું લોકાર્પણ કરશે. તથા 600 કરોડના ખર્ચે બનનારા ચીઝ પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરશે. આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. તેના બાદ તેઓ જંગી જનસભાને સંબોધન કરશે. કાર્યક્રમ બાદ પીએમ મોદી ગુજરાતથી સીધા ચેન્નાઈ જવા રવાના થશે.

ગુજરાતના કેમિકલ કાંડની કરુણાંતિકા વચ્ચે આવતીકાલે પીએમ મોદી ગુજરાત આવશે. તેઓ સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. જેના બાદ તેઓ જંગી જનસભાને સંબોધન કરશે. કેમિકલ કાંડ વચ્ચે તેમની આ મુલાકાત ખાસ બની રહેશે. આવતીકાલે પીએમ સાંબરકાંઠામાં હોઈ સાબરડેરી, ગઢોડા અને આસપાસની ૩ કિમીની ત્રિજ્યામાં સમગ્ર વિસ્તારમાં જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જમીનથી આકાશ તરફ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટિક તેમજ કપડા હાથમાં ફરકાવવા અને ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જિલ્લા કલેક્ટરે સલામતી અને સુરક્ષા માટે ત્રણ દિવસ માટે આ જાહેરનામુ બહાર પાડ્યું છે. જાહેરનામુ 26 જુલાઈથી 28૮ જુલાઈ સુધી ત્રણ દિવસ અમલમાં રહેશે. કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે.

ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદનથકી ‘શ્વેત વિકાસ’ ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે. છેલ્લા અઠઠાવન વર્ષમાં સાબર ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ‘સ્વ’ના બદલે બીજાના હિતનો વિચાર કરીને ભુરાભાઇ પટેલની આગેવાનીમાં સાબર ડેરીનીસ્થાપના થઈ હતી જે આજે વટવૃક્ષ બની છે. હાલના સમયમાં સાબર ડેરીસાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં ૫૮ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x