ગુજરાતમનોરંજન

ડોનેશનના પાસ તરીકે વેચાતા ગરબાના પાસ પર GST લાગશે

ગરબા ઉપરાંત જુદાં જુદાં મનોરંજન ગુ્રપ બનાવી વાર્ષિક ધોરણે ફી વસૂલનારાઓએ પણ જીએસટી ચૂકવવા પડશે

ગરબાના પાસ કે કોઈ ગુ્રપ બનાવીને નાટક સહિતના મનોરંજનના પ્રોગ્રામો યોજનારાઓ દ્વારા પાસના વેચાણની આવકને ડોનેશનની આવક તરીકે ખપાવીને કરવામાં આવી રહેલી જીએસટીની ચોરી પર બ્રેક લગાવવામાં આવી છે. પ્રોગ્રામના સ્પોન્સર તરીકે બતાવીને તેમની જાહેરાત સામે તેમને પાસ આપ્યા હોવાનું દર્શાવીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવાનું ટાળતા હતા. આમ ડોનેશનની આવક બતાવી જીએસટીની ચોરી કરવા પર બ્રેક લગાવી દેવામાં આવ્યો છે. પાસની કિંમત ન બતાવીને ડોનેશન જ બતાવનારાઓને માથે જીએસટીની ૧૮ ટકાની જવાબદારી આવશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અનુસંધાનમાં ૫મી જાન્યુઆરી ૨૦૧૮ના એક પરિપત્ર સીબીઆઈસીએ કર્યો હતો.

 તેમાં રૃા. ૫૦૦થી વધુની કિંમતના મનોરંજનના પ્રોગ્રામ કે ગરબાના કાર્યક્રમો માટેના પાસની આવક પર ૧૮ જીએસટી લગાડવાનો આદેશ અપાયો હતો. પરંતુ જીેએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બોજમાંથી બચવા માટે તેમણે પાસની કિંમત ન રાખીને કાર્યક્રમમાં ડોનેશન આપનારાઓને વળતા પાસ આપ્યા હોવાનું બતાવીને જીએસટી ભરવાનું ટાળતા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ આ પાસની કિંમત રૃા. ૫૦૦થી ઓછી કરી દઈને ટેક્સની ચોરી કરવાનું ચાલુ કર્યું હતું. દરેક દિવસના પાસ વેંચાય તે માટે નવ દિવસના પાસ સાગમટે જ વેચવાનો આગ્રહ રાખનારા ગરબાના આયોજકોના દુરાગ્રહને કારણે જીએસટીની જવાબદારી આવી હોવાનું પણ માનવામાં આવે છે.

 સર્કસ, ડાન્સના પ્રોગ્રામો યોજવા, થિયેટર પરફોર્મન્સના પ્રોગ્રામો કે પછી એક સામટી વાર્ષિક ફી લઈને વર્ષ દરમિયાન જુદાં જુદાં પ્રોગ્રામો યોજીને તેની ટિકીટ આપવા જેવા કાર્યક્રમો કરનારાઓ પાસેથી જીએસટી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બ્યુટિ કોન્ટેસ્ટ, મ્યુઝિકલ નાઈટના પરફોર્મન્સના પ્રોગ્રામ વગેરેની ટિકીટ પર જીએસટી લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x