ગુજરાત

વિશ્વ ઉમિયાધામમા પાટીદારોએ 3 કલાકમાં 166 કરોડના દાનની વર્ષા

અમદાવાદ: 

વિશ્વભરના પાટીદારોને એકમંચ પર લાવવા માટે વૈષ્ણોદેવી નજીક 100 વીઘા જમીનમાં ‘સામાજિક એમ્પાવરમેન્ટ હબ’ આકાર લઈ રહ્યું છે. રાજ્યમાં સમાજના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને રવિવારે મંદિર અને કોમ્યુનિટી કોમ્પલેક્સ માટે સાડા 3 કલાકમાં જ 116 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે. સમાજના લોકોએ 40 એકરમાં બનનારા ઉમિયાધામ મંદિર માટે દાનની અપીલ કરી હતી, જેમાં લોકોએ ઉદાર મને સરેરાશ દર મિનિટે 55 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

ઉમિયા ધામમાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાનું મંદિર બનશે. આ સાથે અહીં હોસ્પિટલ, સ્પોર્ટ્સ અને કલ્ચર કોમ્પલેક્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલ પણ બનાવવામાં આ‌વશે. પ્રોજેક્ટ અંદાજે 1000 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. અમેરિકામાં હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા સી. કે. પટેલ તેના સંયોજક છે. તેમના જણાવ્યાનુસાર, ફાઉન્ડેશને 100 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે અપીલ કરી હતી, પરંતુ 115 કરોડનું દાન મળ્યું છે. કોઈ સામાજિક કાર્ય માટે આટલા ઓછા સમયમાં સૌથી વધુ ભંડોળ એકત્રિત થયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x