ગુજરાત

સુરત પોલીસે ફરિયાદ ન લેતાં યુવાન ચડ્યો ટાવર પર.

સુરત: 

સચીન પોલીસમાં પૈસાની લેતીદેતી બાબતે અરજી કરી અને અરજીની તપાસ પોલીસે ન કરતા ઇચ્છાપોરની જયરાજ સોસાયટી મદન પારસ ભગત આવેશમાં આવી ગયા હતા. અને મંગ‌ળવારે બપોરે સવા બાર વાગ્યાના અરસામાં અઠવાલાઈન્સ ચોપાટી પર મોબાઈલના વાઈ-ફાઈ ટાવર પર 70 ફુટની ઉંચાઈ પર ચઢી ગયા હતા. તેણે ઉમરા પોલીસના પીઆઈ ગૌરને એક ચિઠ્ઠી પર મોબાઇલ નંબર લખી નીચે નાખી હતી. પીઆઈએ તેની સાથે 5 મિનિટ સુધી મોબાઈલ પર વાત કરી તેને સમજાવાની કોશિશ કરી પણ તેની માગ હતી કે જ્યાં સુધી પોલીસ કમિશનર સાહેબ આવે નહિ ત્યાં સુધી નીચે નહિ ઉતરૂ. આખરે આ ઘટનાને કારણે પોલીસ કમિશનર સતીશ શર્માએ ત્યાં દોડી આવ્યા હતા.

જોકે, તે પહેલાં જ ઉમરા પોલીસ અને ફાયરે તેને સમજાવીને એક કલાક બાદ હાઈડ્રોલિક પ્લેટફોર્મ પર બેસાડીને નીચે ઉતાર્યો. લોકોના ટોળા એકત્ર થતા ટ્રાફિક જામ થયો હતો. મદન ભગત હજીરાની કંપનીમાં વેલ્ડરનું કામ કરે છે. તેણે સચીનમાં રવિ નામના યુવકને દોઢ થી પોણા બે લાખની રકમ આપી હતી અને તે રકમ આપતો ન હતો. જેના કારણે તેણે સચીન પોલીસમાં અરજી કરી હતી. અરજીની તપાસ કરાતી ન હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

મદનભાઈએ સચીનમાં રવિ નામના યુવકને દોઢથી પોણા બે લાખની રકમ આપી હતી અને તે રકમ આપતો ન હતો. જેના કારણે તેણે સચીન પોલીસમાં અરજી કરી હતી પરંતુ પોલીસે અરજી આધારે તપાસ ન કરતાં આ પગલું ભર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x