પૂરનો માર સહન કરનારા સુરતીઓ આજે પણ નુકસાની માટે કોર્ટના ધક્કા ખાઈ છે.
સુરત :
અઠવાલાઇન્સ ખાતે રહેતા અને હીરા વેપારીના બંગલાને પૂરથી નુકશાન થયું હતુ. તેમણે ફર્નિચર સહિત ઘરના કલર અને અન્ય સામાનનો કુલ રૂપિયા 11 લાખનો ક્લેઇમ કર્યો હતો. સર્વેયરે નુકસાન માત્ર ત્રણ લાખનું થયું હોવાનું કહ્યું હતું. આ કેસમાં એડવોકેટ શ્રેયસ દેસાઇની દલીલ બાદ કોર્ટે ફરિયાદીને 8.30 લાખની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.
વેડ રોડના એક વેપારીને દુકાનમાં રાખેલાં માલને 15 ફૂટ જેટલાં પાણીએ નુકસાન કરતાં ક્લેઇમ કર્યો હતો અને સાથે પાલિકાનું પૂરના પાણીની હાઇટ બાબતનું એક સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું. જોકે, વીમા કંપની એ ક્લેઇમ નકાર્યો હતો. વીમા કંપનીની દલીલ હતી કે, મશીનરી પહેલાં માળે હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર નહીં. 15 ફૂટ પાણીની વાત તો માની પરંતુ, તેનાથી પહેલાં માળે પાણી આવે એ વાત ન સ્વીકારી! જો કે, 3 લાખના ક્લેઇમમાં ફરિયાદી તરફે એડવોકેટની દલીલ બાદ કોર્ટે 1 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.