રાષ્ટ્રીય

હરિવંશના નારાયણસિંહના પક્ષમાં 125 અને હરિપ્રસાદના પક્ષમાં 105 મત પડ્યા.

નવી દિલ્હી,

રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે મતદાન થયુ. NDAના ઉમેદવાર હરિવંશ સિંહે જીત મેળવીને રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા છે.

હરિવંશ સિંહ JDUના રાજ્યસભાના સાંસદ છે. તેમણે વિપક્ષ તરફથી કોંગ્રેસના બીકે હરિપ્રસાદને માત આપી. હરિવંશના પક્ષમાં કુલ 125 મત અને બીકે હરિપ્રસાદના પક્ષમાં 105 મત પડ્યા.

મતદાનમાં કુલ 222 સાંસદોએ ભાગ લીધો હતો. રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડુએ હરિવંશ સિંહની જીતનું એલાન કર્યુ ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પીઠ થાબડીને અભિનંદન આપ્યા. વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે પણ જીતની શુભકામના પાઠવી.

રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ઉપસભાપતિ ચૂંટણીના પરિણામો બાદ કહ્યુ કે ઓગસ્ટની ક્રાંતિમાં બલિયાની મોટી ભૂમિકા હતી. હરિવંશ ઉત્તરપ્રદેશના બલિયાના છે.

હરિવંશ સિંહ પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તર કામ કર્યુ છે. તે હંમેશા ગામડા સાથે જોડાયેલા રહ્યા. તેમણે ક્યારેય શહેરની ચકાચોંધ સારી લાગી નહીં.

એનડીએ પાસે બહુમતના આંકડા ઓછા હતા પરંતુ અંતિમ અવસરે કેટલાક દળોએ એનડીએને સમર્થન કરવાનું એલાન કર્યુ જેનાથી સમગ્ર રમત જ પલટી ગઈ.

રાજ્યસભામાં સદનના નેતા અરૂણ જેટલીએ પણ નવા ઉપસભાપતિ હરિવંશ સિંહે શુભકામના આપી. તેમણે કહ્યુ કે હરિવંશનો સાંસદ તરીકેનો કાર્યકાળ ઘણો સારો રહ્યો છે. અમને આશા છે કે તેમના અનુભવનો ફાયદો સદનને મળશે.

રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણી માટે બે વાર મતદાન થયુ. ઓડિશાની BJD, તમિલનાડુની AIADMK અને તેલંગાણાથી TRSએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની અપીલ પર NDAના ઉમેદવાર હરિવંશ સિંહનો સાથ આપ્યો. એવામાં વિપક્ષની ઉમેદવારોને કરારો ઝટકો લાગ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x