આંતરરાષ્ટ્રીયરમતગમતરાષ્ટ્રીય

FIFA એ ભારતનાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ, વર્લ્ડકપની યજમાની છીનવાઇ

વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા એટલે કે FIFA એ મંગળવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને લઈને એક જાહેરાત કરી. FIFA એ AIFF ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ફિફા કાઉન્સિલના બ્યુરો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. FIFA એ જણાવ્યું છે કે AIFFમાં ત્રીજા પક્ષકારોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે FIFA કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. FIFA દ્વારા જારી કરવામાં આવેલ એક સત્તાવાર મીડિયા રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને FIFA દ્વારા સસ્પેન્શનનું કારણ તૃતીય પક્ષની દખલગીરી ગણાવી છે. FIFA અનુસાર, આ પ્રકારની દખલગીરી FIFAના નિયમોની વિરુદ્ધ છે. આ કારણોસર ભારત U17 મહિલા વર્લ્ડ કપની યજમાની છીનવાઈ જવાની આરે છે પરંતુ હજુ થોડો સમય બાકી છે.

ફીફાએ એમ પણ કહ્યું કે ઓર્ડર મળતાની સાથે જ સસ્પેન્શન હટાવી લેવામાં આવશે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ ધારણ કરવા માટે પ્રશાસકોની સમિતિને નાબૂદ કરવામાં આવી છે અને AIFF વહીવટીતંત્ર AIFFની રોજિંદી બાબતોનું સંપૂર્ણ નિયંત્રણ લે છે. અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે સસ્પેન્શનનો અર્થ એ છે કે ભારતમાં 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાનાર ફિફા અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 હાલમાં આયોજન મુજબ ભારતમાં યોજાશે નહીં.

FIFA ટુર્નામેન્ટને લગતા આગળના પગલાઓનું પણ મૂલ્યાંકન કરી રહ્યું છે અને જો જરૂર પડશે તો તે મામલાને કાઉન્સિલના બ્યુરોને મોકલશે. ફિફાની અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે ફિફા ભારતીય યુવા બાબતો અને રમત મંત્રાલયના સતત સંપર્કમાં છે અને આશા રાખે છે કે આ કેસમાં હજુ પણ સકારાત્મક પરિણામ આવી શકે છે. જો આવું થાય તો ભારતીય ફૂટબોલ પરથી આ મોટું સંકટ દૂર થઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x