ગુજરાત

સાસણ ખાતે સિંહ દર્શન માટે અપાતી પરમીટોમાં કરાયો વધારો.

જૂનાગઢ :
ગુજરાત સરકારશ્રીના વનવિભાગ દ્વારા ગીર જંગલ ટ્રેઇલ અને દેવળીયા ગીર પરિચય ખંડની મુલાકાતે પધારતા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી હાલની પ્રવેશ પરમીટ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હાલની પ્રવાસીઓને ગીર જંગલ ટ્રેઇલ મુલકાતની પરમીટની સંખ્યામાં ૧૬ ઓકટોબરથી વધારો થતાં હવે પ્રવાસીઓને નીરાશ નહીં થવુ પડે, બપોરની ટ્રીપનો સમય પ્રવાસીઓને વધુ પસંદ કરતા ના હોય જે સવારનાં ૯-૦૦ કલાકથી ૧૨-૦૦ કલકાનો હતો તે હવે પછી સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ કલાકનો ફેરફાર કરવામાં આવેલ છે. ટ્રીપ સમય જોઇએ તો સવારે ૬-૦૦ થી ૯-૦૦ સુધી હવે ૩૦ ટ્રીપનાં બદલે ૫૦ ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં ૫૦ ટ્રીપનાં બદલે ૬૦ ટ્રીપ કરવામાં આવી છે. બીજો સવારનાં ૮-૩૦ થી ૧૧-૩૦ કલાક સુધી સવારે ૬-૦૦ થી ૯-૦૦ સુધી હવે ૩૦ ટ્રીપનાં બદલે ૫૦ ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં ૫૦ ટ્રીપનાં બદલે ૬૦ ટ્રીપ કરવામાં આવી છે. તે જરીતે ત્રીજી ટ્રીપ બપોરનાં ૩-૦૦ થી સાંજનાં ૬-૦૦ કલાકની છે તેમાં સવારે ૬-૦૦ થી ૯-૦૦ સુધી હવે ૩૦ ટ્રીપનાં બદલે ૫૦ ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં ૫૦ ટ્રીપનાં બદલે ૬૦ ટ્રીપ કરવામાં આવી છે. આમ સામાન્ય દિવસોમાં ૯૦ અને તહેરવારોમાં ૧૫૦ ટ્રીપની પરમીશન હતી તેમાં વધારો કરી સામાન્ય દીવસોમાં ૧૫૦ અને તહેવારોમાં ૧૬૦ ટ્રીપની પરમીશન આપતા સામાન્ય પરમીટમાં ૬૬ ટકા અને તહેવારોની પરમીટમાં ૨૦ ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ વધારને ધ્યાને લઇને હાલનાં ટુરીઝમ ઝોનનાં ૮ રૂટમાં પ નવા રૂટનો ઉમેરો કરી કુલ ૧૩ રૂટ બનાવવામાં આવ્યા છે. દેવળીયા ગીર પરીચય ખંડની મુલાકાતે પધારતા પ્રવાસીઓને પાર્કની મુલાકાત ખાતાની બસોમાં કરાવવામાં આવતી હતી. તે ઉપરાંત હવે પછી એક ટ્રીપમાં ૧૦ જીપ્સી(લોખંડની જાળી કવર કરેલી) દ્વારા પણ પ્રવાસીઓને પાર્કની મુલાકાત લઇ શકશે. આ નિર્ણયથી લોકો ગીર જંગલ તેના વન્યપ્રાણીઓ અને પ્રકૃતિ નીહાળી વધુ લાભાન્વિત બની શકશે. તેમ નાયબ વન સંરક્ષકશ્રી ડો. મોહન રામની યાદીમાં જણાવાયુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x