ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

સ્વ. અટલ બિહારીજીની સમર્પિતતા-વિશાળતા-રાષ્ટ્રભક્તિ સૌને પ્રેરણા આપતી રહેશે : વિજયભાઈ રૂપાણી

Gandhinagar :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી શ્રી અટલ બિહારી બાજપેયીજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
સ્વ. શ્રી અટલ બિહારીજીને શ્રદ્ધાંજલી પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ યુગના સૌથી મોટા નેતા અટલજીની ચીરવિદાયથી આપણને સૌને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે શ્રી અટલ બિહારીજીને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હરેક વ્યક્તિએ પ્રેમ-આદર સન્માન આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ તેમને આદરાંજલિ પાઠવતા ઉમેર્યું કે સ્વ. અટલજીની વિશાળતા, દેશભક્તિ અનેરાષ્ટ્ર માટેનો સમર્પિત ભાવ માત્ર કાર્યકર્તાઓને જ નહિં, સમગ્ર દેશના સૌ નાગરિકોને સદાકાળ પ્રેરણા આપતો રહેશે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વ. અટલ બિહારીજીએ સાચા અર્થમાં લોકહૃદયના સિંહાસને બિરાજતા લોકપ્રિય નેતા તરીકે અદકેરું સ્થાન-ચાહના મેળવ્યાં હતાં તેમ પણ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સ્વ. અટલજીના આત્માની પરમશાંતિ માટે પ્રભુપ્રાર્થના સાથે આ દુઃખ સહન કરવાની તેમના સ્વજનોને ઇશ્વર શક્તિ આપે તેવી પણ અભ્યર્થના શોકાંજલિમાં વ્યક્ત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x