રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.ગાંધીનગરમાં છેલ્લા ત્રણેક દિવસ ના વરસાદી માહોલ વચ્ચે આજે ઢળતી સાંજે ધીમી ધારે મેઘરાજા નું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગાંધીનગરમાં ત્રણ દિવસથી વાદળો ઘેરાયેલા હતા પરંતુ વરસાદનું આગમન નહીં થતાં લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે ધીમી ધારે વરસાદ વરસતા લોકોમાં આંનદ છવાઈ જવા પામ્યો હતો.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આજે ઢળતી સાંજે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ થી માહોલ સર્જાયો હતો પણ વરસાદનું આગમન નહીં થતાં નગરજનો ઉકળાટનો અનુભવ કરતા હતા. આજે વરસાદ શરૂ થતાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.અસહ્ય ઉકળાટની વચ્ચે હાથતાળી આપતા મેઘરાજાએ આજે ગાંધીનગરમાં પધરામણી કરી છે. ગાંધીનગરમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો. વાદળો ઘેરાયાં હતા પણ વરસાદનું આગમન થતું ન હોવાથી લોકો ઉકળાટ નો અનુભવ કરી રહ્યા હતા. લોકો છેલ્લા ત્રણેક દિવસથી વરસાદની પ્રતિક્ષા કરતા હતા.આજે સાંજે વરસાદ વરસી જતા ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ગાંધીનગરમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદના કારણે વાહન ચાલકો ભીંજાઈ ગયા હતા.