રાષ્ટ્રીય

દેશના આ રાજ્યના ભાજપના પ્રમુખ સામે નોંધાઈ FIR

તેલંગાણાના હૈદરાબાદમાં રાચકોંડા પોલીસે BJP નેતા જીટ્ટા બાલકૃષ્ણ રેડ્ડીની ધરપકડ કરી છે. તે જ સમયે, તેલંગાણાના CM પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પોલીસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંડી સંજય કુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અહેવાલ મુજબ, હયાતનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 109 અને કલમ 114, 504, 505 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતું કે, એક એવા વ્યક્તિનું અપમાન કરવામાં આવ્યું છે જે બંધારણીય પદ પર છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ની સોશિયલ મીડિયા વિંગે પોલીસનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો હતો.

તેમને ફરિયાદમાં જણાવાયું હતું કે, ભાજપના નેતાઓએ લોકોને ગેરમાર્ગે દોરવા માટે નફરત અને અશાંતિ ફેલાવવાના ઈરાદાથી મુખ્યમંત્રી અને સરકાર પર ખોટા આક્ષેપો કર્યા હતા. આ સાથે જ સરકારી યોજનાઓને પણ બદનામ કરવામાં આવી છે. લેખિત ફરિયાદના આધારે હયાતનગર પોલીસ સ્ટેશનમાં બંડી સંજય, જીટ્ટા બાલકૃષ્ણ રેડ્ડી, રાની રુદ્રમા, બોડ્ડુ યેલાન્ના, દારૂવુ યેલાન્ના અને તેમની ટીમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, આ પહેલા સંજય કુમારને નજરકેદ કરવામાં આવ્યા હતા. હકિકતમાં તેલંગાણામાં બસ ભાડા વધારાને લઈને બીજેપી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આ પહેલા પોલીસે કાર્યવાહી કરતા નજરકેદ કર્યા હતા. બંજારા હિલ્સના SHO શિવ ચંદ્રાએ આ જાણકારી આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x