રાજ્યમાં સરેરાશ ૧૦૦% વરસાદ: ૧૦ તાલુકામાં ૫૦% અને ૬૧ તાલુકામાં ૮૦% વરસાદ નોંધાયો
ગુજરાતમાં સરેરાશ વરસાદની ટકાવારી 100 ટકાને વટાવી ગઈ છે, પરંતુ હજુ પણ રાજ્યના 10 તાલુકાઓ વરસાદના તરસ્યા છે. આ 10 તાલુકાઓમાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી. એટલું જ નહીં, આ તાલુકાઓમાં ઈંચની દૃષ્ટિએ 17 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી ઓછો વરસાદ રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં માત્ર 8 ઈંચ થયો છે જેની ટકાવારી પણ સૌથી ઓછી 35.86 ટકા છે. બીજી તરફ ગુજરાતના 114 તાલુકાઓમાં 100 ટકાથી માંડીને 261 ટકા સુધીનો વરસાદ થયો છે. ટકાવારીની દૃષ્ટિએ કચ્છના લખપત તાલુકામાં સૌથી વધુ 261.40 ટકા વરસાદ નોંધાયો છે. તાલુકામાં સરેરાશ માત્ર 14.64 ઈંચ વરસાદ પડે છે, જેની સામે અત્યાર સુધીમાં 38.28 ઈંચ વરસાદ નોંધાયો છે.
ઇંચ મુજબ વલસાડના કપરાડા તાલુકામાં 143.32 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગના તમામ 3 અને વલસાડના તમામ 6 તાલુકામાં 80 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો 114 તાલુકાઓમાં 100 ટકાથી લઈને 261 ટકા સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત 24 તાલુકામાં 90 થી 98 ટકા, 41 તાલુકામાં 80 થી 89 ટકા, 61 તાલુકામાં 51 થી 79 ટકા અને 11 તાલુકામાં 50 ટકાથી ઓછા ઉલ્લેખનીય છે કે, હવામાનશાસ્ત્રીઓ હજુ પણ ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડશે તેવા સંકેત આપી રહ્યા છે. તેથી, આ વખતે રાજ્યનામોટાભાગના તાલુકાઓમાં 100 ટકા કે તેથી વધુ વરસાદ થવાની ધારણા છે.