ગાંધીનગરગુજરાત

દહેગામ તાલુકા આરોગ્ય કેન્દ્ર કચેરી સામે રોગચાળાની સ્થિતિ

દહેગામ તાલુકા આરોગ્ય કચેરી સામે ઉગમણા દેવીપૂજક વસાના મુખ્ય માર્ગ પર માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. દહેગામ તાલુકા આરોગ્ય કચેરી સામે ઉગમણા દેવીપૂજક વસાના મુખ્ય માર્ગ પર માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે.

 દહેગામમાં ઉગમણા દેવીપુજક વસવાટ વિસ્તાર નજીક આવેલ તાલુકા હેલ્થ ઓફિસ સામેના વિસ્તારની તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી, જે લાંબા સમયથી ગટર ઓવરફ્લોની સમસ્યા છે. જેના કારણે અહીં ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર તાત્કાલીક આ વિસ્તારને ખાલી કરાવે તેવી માંગ ઉઠી છે. ઉગમણા દેવી પુજકવાસ વિસ્તાર દહેગામ શહેરમાં તાલુકા આરોગ્ય કચેરીની સામે આવેલ છે.અહીંના મુખ્ય માર્ગ સાથે ગટર અને વરસાદી પાણીના બેકફ્લોને કારણે ઘણા સમયથી ગંદકીના થર જામી ગયા છે.

 જેના કારણે આ વિસ્તારમાં માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ વિસ્તારમાં રહેતા લોકો પ્રદુષણને કારણે ફેલાતી દુર્ગંધ સામે વિરોધ કરી રહ્યા છે.ગંદા પાણીમાંથી મચ્છરોનો પણ જન્મ થયો છે જેના કારણે વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તાત્કાલિક વિસ્તારમાં ગંદકી દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x