ગૃહિણીઓ માટે સારા સમાચાર,ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો
રાજકોટમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં માં બે દિવસમાં રૂ. 40નો ઘટાડો થયો છે. 15 દિવસમાં રૂ.180 થી 200ના વધારા બાદ સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલનો નવો ડબ્બો રૂ. 2855 થી 2905માં વેંચાયો. સીંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.15નો ઘટાડો થયો. કપાસિયા તેલનો નવો ડબ્બો રૂ. 2450 થી 2500માં વેંચાયો.
તહેવાર પૂર્ણ થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. ખાદ્યતેલની બજાર ખુલતા જ સોંગતેલનો ડબ્બો 2800 થી 2850 ના ભાવે પહોંચ્યો હતો. સીંગતેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો હતો. પામોઇલના ભાવમાં તોતિંગ રૂ.165નો વધારો નોંધાયો હતો. તહેવારમાં કમાઈ લેવા પામઓઈલના ભાવ સટોડીયાઓએ ઘટવા ન દીધા.પામોઇલના ડબ્બાના ભાવ 1920 -1925 ના ભાવે વેંચાયા.
ઉલ્લેખનીય છે કે ખાદ્યતેલના ભાવમાં વધારે થતા સામાન્ય વર્ગના લોકોને વધારે તકલીફનો સામનો કરવો પડે છે. હાલના સમયમાં દરેક વસ્તુઓના ભાવમાં મોંઘવારી જોવા મળી રહી છે જેના કારણે દેશના દરેક રાજ્યના દરેક શહેરમાં સામાન્ય વર્ગના લોકોને ભારે તકલીફ પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તો લોકોને હેરાન પરેશાન કરી જ રહ્યા છે પરંતુ અન્ય વસ્તુઓના જેમ કે શાકભાજી અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા લોકો વધારે ચીંતિત થયા છે.