ભાજપ પ્રદેશ મેડિકલ સેલ દ્વારા નિઃશુલ્ક ચેકઅપ તથા આયુર્વેદ દવા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો
ભાજપ પ્રદેશ મેડિકલ સેલ દ્વારા આયોજિત તથા ગાંધીનગર મહાનગર મેડિકલ સેલના સહયોગ થી તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સવારે ૯: ૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી ન્યુરોપંચ આયુર્વેદ હોસ્પિટલ , બી-૧૯ , પહેલો માળ , ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર , સેક્ટર ૨૧ , ગાંધીનગર (મો. નં- ૮૪૦૧૫૮૩૩૩૩) ખાતે નિઃશુલ્ક ચેક અપ તથા નિઃશુલ્ક આયુર્વેદ દવા વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં ડૉ. વિનાયક દિનેશચંદ્ર પંડ્યા તથા ડૉ. ઊર્વિ સુનિલ પંડ્યા એ સેવાઓ આપી હતી. ૩૦ થી વધુ નાગરિકો એ આ કેમ્પ નો લાભ લીધો અને ડૉ ઊર્વિ તથા ડૉ વિનાયક એ તેઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું. આયોજિત કેમ્પમાં નાગરિકો માં અનેક પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું. જેના પરથી એ તારણ નોંધવામાં આવ્યું કે મોટા ભાગની સ્ત્રી દર્દીઓમાં લોહીની ઉણપ છે. કેમ્પ દરમ્યાન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના ગાંધીનગર બીજેપી ડૉક્ટર સેલ ના પ્રોગ્રામ ઇન્ચાર્જ શ્રી ડૉ. મિહિરભાઈ પટેલએ હાજરી આપીને કેમ્પની શોભા વધારી હતી. તેઓએ દર્દીઓ સાથે વાતચીત કરી યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું.
ડૉ. ઊર્વિ તથા ડૉ વિનાયક પંડ્યાએ આવેલા દરેક નાગરિકો ને તેમના રોગની સમજ, યોગ્ય આહાર અને વિહાર અંગેની સૂચનાઓ આપી તથા નિઃશુલ્ક આયુર્વેદ દવાઓનું વિતરણ કર્યું; વધુમાં તેઓએ જણાવ્યું કે ભવિષ્ય માં આવા કોઈ પણ સેવા કર્યો માટે તેઓ તત્પર છે. અને ખાસ કરીને સ્ત્રીઓમાં જે લોહીની ઉણપની સમસ્યા જણાઈ એ અંગે સમાજમાં જાગૃતતા ફેલાવવા અને એ અનુસાર આવા જ કેમ્પ કરી લોકસેવાના કાર્ય થાય એ માટે તૈયારી જણાવી છે.