ગુજરાત

કોંગ્રેસે શરૂ કરી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતાની પસંદગી પ્રક્રિયા.

અમદાવાદ:

ગુજરાતની મુખ્ય છ મહાનગર પાલિકાના વિપક્ષના નેતાની પસંદગી કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી. જેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતાની પસંદગી માટે નિરિક્ષકોની નિમણૂંક કરી છે. કેટલીક મહાનગર પાલિકાના કાઉન્સીલરોને સાંભળવાની પ્રક્રિયા નિરિક્ષકો દ્વારા કરવામાં આવી છે અને બાકી રહેલી મહાનગર પાલિકાના કાઉન્સીલરોને સાંભળવાની પ્રક્રિયા આવનારા દિવસોમાં હાથ ઘરાશે.

કોંગ્રેસના સિનિયર ધારાસભ્યને કહેવા પ્રમાણે વર્ષ 2019ની લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ મહાનગર પાલિકાના સામાજિક સમીકરણને આધારે વિપક્ષના નેતાની નિમણૂંક કરવામાં છ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા એકસાથે બદલવાની તૈયારી કરાઇ હોઇ તમામ મહાનગર પાલિકાના સમીકરણોને પણ ધ્યાને લેવાશે.

અમદાવાદ
અમદાવાદ મહાનદર પાલિકાના કોંગ્રેસના નિરિક્ષક તરીકે લાખાભાઇ ભરવાડ, નિરંજન પટેલ અને સી જે ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે.

રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાના કોંગ્રેસના નિરિક્ષક તરીકે પ્રવિણમારુ, હિમતસિંહ પટેલ, બ્રીજેશ મેરઝા અને ભીખુભાઇ વરોતરીયાની નિમણૂંક કરવામાં આવી છે.

ભાવનગર
ભાવનગર મહાનગર પાલિકના કોંગ્રેસના નિરિક્ષક તરીકે શૈલેષ પરમાર અને અમરિશ ડેરની નિમણૂંક કરવામાં આવી છે.

જામનગર
જામનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના નિરિક્ષક તરીકે મોહમ્મદ પીરઝાદા, આદિત્યરાજ ગોહિલ તથા રાજેશ આંબલીયાની નિમણૂંક કરવામાં આવી છે.

વડોદરા
વડોદરા મહાનગર પાલિકા માટે ડૉ જીતુ પટેલ અને ચેતન રાવલની નિરિક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સુરત
સુરત મહાનગર પાલિકાની વાત કરીએ તો ઇમરાન ખેડાવાલા, નિતિન પટેલ અને રણજીતસિંહ ચૌહાણ દ્વારા અગાઉ કાઉન્સીલરોને સાંભળવામાં આવ્યા હતા અને તેનો રીપોર્ટ કોંગ્રેસ પ્રમુખને સોપી દેવામાં આવ્યો હોવાથી હાલ પુરતા ત્યાં નિરિક્ષકોની નિમણૂંક થઇ નથી.

મહત્વનુ છે કે છ મહાનગર પાલિકમાં વિપક્ષના નેતાનું મહત્વનું પદ મેળવવા માટે કોંગ્રેસના નેતાઓમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. આ પદ માટે મહિલા કોંગ્રેસના માધ્યમથી મહિલા કાઉન્સીલરોએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખને મળી મહિલાને પદ આપવા માંગણી પણ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x