Facebook ફરી ફસાયું : એક એપથી ચાલીસ લાખ યુઝર્સના ડેટા સાથે થઈ છેડછાડ
નવી દિલ્હી :
ફેસબુકનો ઉપયોગ કરનારા લગભગ ૪૦ લાખ લોકોનો પર્સનલ ડેટા ખોટી રીતે ઉપયોગમાં લેવાયો. આ કામ એક થર્ડ પાર્ટી એપ ‘માય પર્સનાલિટી’ દ્વારા કરવામાં આવ્યું છે. આ વાતનો ખુલાસો ખુદ ફેસબુકે કર્યો છે.
ફેસબુકમાં પ્રોડક્ટ પાર્ટનરશિપના વાઈસ પ્રેસિડેન્ટે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે કંપનીએ આ એપને બેન કરી દીધી છે. જે ૨૦૧૨થી એક્ટિવ હતી.
તેણે પોતાના બ્લોગમાં આગળ લખ્યું છે કે અમે માય પર્સનાલિટીને બેન કરી દીધી છે કેમ કે તેણે અમારી ઓડિટની રિક્વેસ્ટને માની ન હતી એ સ્પષ્ટ છે કે તેણે કોઈ પણ પ્રોટેકશન વગર લોકોની જાણકારી સંશોધકો અને કંપનીઓ સાથે શેર કરી.
કંપનીએ આગળ કહ્યું કે તેમની પાસે હજુ એ વાતના પુરાવા નથી કે ‘માય પર્સનાલિટી’ના જાણકારે યુઝર્સે ફ્રેન્ડસની જાણકારી પણ એક્સેસ કરી છે કે નહીં.
અમે આ યુઝર્સના ફેસબુક ફ્રેન્ડ્સને આ અંગે કોઈ જાણકારી આપી રહ્યા નથી. જો એવી કોઈ વાત જાણવા મળે છે તો અમે તરત તેને સૂચના આપીશું.
કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ બાદ ફેસબુકે માર્ચમાં હજારો થર્ડ પાર્ટી એપ પર ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું. ત્યાર બાદથી અત્યાર સુધી ૪૦૦ વધુ એપ્સને ફેસબુક સસ્પેન્ડ કરી ચૂક્યું છે.
આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીએ કેટલાક ફેરફારો કર્યા. જેમ કે એપ રિવ્યુને લઈને એક્સપેન્શન જેમાં જો યુઝરે ૯૦ દિવસથી કોઈ એપનો ઉપયોગ ન કર્યો હોય તો તેની જાણકારી તે એપ સાથે શેર કરવામાં નહીં આવે.