ગુજરાતમાં કોંગ્રેસ લડી લેવાના મૂડમાં: દિગ્ગજ નેતાને વિજાપૂર બેઠક પરથી આપી શકે છે ટિકિટ, રાજકારણ ગરમાયું
વિધાનસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર, કોંગ્રેસ વિજાપુર બેઠક પરથી સી.જે ચાવડાને ટિકિટ આપી શકે છે.વિધાનસભાની ચૂંટણીને લઇ મોટા સમાચારકોંગ્રેસ સી.જે ચાવડાને વિજાપુર બેઠક પરથી આપી શકે છે ટિકિટ વિજાપુર બેઠક પર સી.જે ચાવડાના નામને સમર્થનગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
વિજાપુર બેઠક પરથી અન્ય એક પણ બાયોડેટા ન આવ્યોચૂંટણીમાં સૌરાષ્ટ્રનું સુકાન જૂના જોગીને આપવાની તૈયારીમાં ભાજપ? બંધ બારણે થઈ ખાસ મીટિંગમેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસની TRB જવાનોને લઈને મોટી કાર્યવાહીડિમાર્ટના દામાણી કરશે Jhunjhunwala ની અબજોની સંપત્તિની દેખરેખ, હંમેશાથી રહ્યા છે ગુરુ અને મિત્ર એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ વિજાપુર બઠેક પરથી સી.જે ચાવડાને ટિકિટ આપી શકે છે.વિજાપુર બેઠક પર સી.જે ચાવડાના નામને સમર્થન મળ્યું છે. અન્ય દાવેદારો પણ સી.જે ચાવડાના નામ પર સંમત થયા છે. આ સાથે એવી વિગતો પણ સામે આવી રહી છે કે, વિજાપુર બેઠક પરથી અન્ય એક પણ બાયોડેટા આવ્યો નથી.સી.જે ચાવડા કોંગ્રેસે ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધીઃ જગદીશ ઠાકોરનોંધનીય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઇ કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે તેવો નિર્ણય કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસે ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ઉમેદવારો માટે 130 સૂચનો મળ્યા છે. અંતિમ તબક્કામાં કાર્યક્રમ તૈયાર થયો છે. 12 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાચ્છુકો દાવેદારી કરી શકશે. જિલ્લા કોંગ્રેસ કમિટીએ બાયોડેટા 15 તારીખ સુધીમાં પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાના હશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બર ઇલેક્શન કમિટી બેઠક મળશે.
દાવેદારોને સાંભળવામાં આવશે અને દાવેદારોની પેનલ બનાવી સ્ક્રિનીગ કમિટી સમક્ષ રજૂ કરાશે.નવા યુવા ચહેરાઓને પણ આપવામાં આવશે ટિકિટ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ‘ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. યુવાન અને મહિલાઓ તેમજ વ્યક્તિ વિશેષને પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે. તેથી 182 વિધાનસભામાં જે કોઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હશે, તે બધાને ટિકિટ માંગવાનો રાઈટ્સ હશે. એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે તેના પર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે. હાલના ધારાસભ્યો છે, તેમણે કોઈ બાયોડેટા આપવાનો રહેશે નહીં. કારણ કે તેઓ ધારાસભ્યો છે એટલે ટિકિટની માંગણીમાં તેમનો સમાવેશ છે એ ગણતરી સાથે કામ ચાલશે.
કોણ છે સી.જે ચાવડા?
29 માર્ચ 1958ના રોજ ગાંધીનગર ખાતે જન્મેલા ચતુરસિંહ જે. ચાવડા(સી.જે ચાવડા)એ 1974માં બરોડાથી ધોરણ 10 પાસ કર્યુ છે. તેમણે 1980માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેથી વેટર્નીટી સર્જનની ડિગ્રી મેળવી છે. આ સાથે તેમણે વર્ષ 1989માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેમની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો રાજકારણમાં પ્રવેશ્યા પહેલા તેઓ ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેમણે ગાંધીનગરના ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના-મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. તેમની કાર્યશ્રૈલીને જોઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં આવવા જણાવ્યું હતું. જે બાદ તેઓ વર્ષ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. સી.જે ચાવડાએ તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા.