ગુજરાત

ગુજરાતમાં ૫ દિવસ ભારે વરસાદઃ આજે આ જિલ્લાઓમાં મેઘ અનરાધાર

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદનો કહેર ચાલુ જ છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ બની હોવાના કારણે આ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (ૈંસ્ડ્ઢ) આગામી ૧૬મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી સપ્તાહમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ સક્રિય થવાની શક્યતા પણ દર્શાવી છે. ગુજરાતના ૭૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજ રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ રાજકોટ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ખેડા, મહેસાણા, બનાસકાંઠા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લાઓના વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તે સિવાય સોમવાર અને મંગળવારના રોજ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના ચમકારા સાથે હળવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે મંગળવારના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા અને સુરત જેવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ૧૪મી સપ્ટેમ્બર માટે વડોદરા, છોટા ઉદેપુર ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ૫ દિવસ સુધી ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે. સાથે જ આગામી ૧૬ સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રના ઘાટવાળા વિસ્તારો, કોંકણ અને વિદર્ભમાં અત્યાધિક વરસાદની આગાહી કરી છે. ઉપરાંત મરાઠવાડામાં આગામી ૨૪ કલાકમાં સારા વરસાદની શક્યતા દર્શાવી છે. સ્કાઈમેટ વેધરના અહેવાલ પ્રમાણે ઉંડા દબાણનું ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને નલિયા, અમદાવાદ, અકોલા, રામાગુંડમ, દક્ષિણ ઓડિશા ઉપર ડિપ્રેશન અને દક્ષિણ પૂર્વ તરફ બંગાળની પૂર્વી મધ્ય ખાડીમાંથી પસાર થઈ રહ્યું છે.

હવામાન વિભાગે આગામી ૫ દિવસ ગુજરાત, મધ્ય પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી ૨૪ કલાક દરમિયાન તમિલનાડુ, પોંડિચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્ર પ્રદેશ અને યનમમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે. ઉપરાંત ૧૬મી સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને આંધીની આગાહી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x