ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરોએ મેયરની ઓફિસમાં તોડફોડ કરી

ગાંધીનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરોએ મેયરની ઓફિસમાં તોડફોડ કરી તોડફોડ કરી હતી અને તાળા મારી દીધા હતા. જે બાદ મામલો ગરમાયો હતો અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ ઘટના બાદ જિલ્લા કલેકટર ડો.કુલદીપ આર્ય પણ મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા.ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા પહેલા કોંગ્રેસે આજે મહાનગરપાલિકામાં મેયરની ઓફિસમાં તોડફોડ અને તાળાબંધી કરી હતી. વરસાદની મોસમમાં રસ્તાઓ ધોવાઈ જતા અને ગાંધીનગર ખાડાઓના નગરમાં ફેરવાઈ જતા શહેરીજનોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

વિરોધમાં આજે કોંગ્રેસના કાઉન્સિલર અંકિત બારોટ સહિતના કાર્યકરોએ મેયર ઓફિસ પર ધસી જઈ ગાંધીનગર ખાદનગરી, ભુવનગરીના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસે પણ નવા ઉમેરાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં કોર્પોરેટરોની ગ્રાન્ટ વાપરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો, પરંતુ પદાધિકારીઓને સૂચન કર્યું હતું. મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિએ મંજૂર કરેલી જુદી જુદી નવ દરખાસ્તો પર આજે સામાન્ય સભા મળવાની હતી. જેમાં ટીપી સ્કીમ અને અન્ય દરખાસ્તો અંગે નિર્ણય લેવાનો હતો. આ પહેલા પણ કોંગ્રેસે મેયરની ઓફિસને તાળાબંધી કરી હતી. જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જો કે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતા લોખંડના સળિયા પણ તોડવામાં આવ્યા હતા. મેયર ઓફિસનું બોર્ડ તોડીને પગ નીચે કચડાઈ ગયું હતું. આ અંગે કોંગ્રેસના કાઉન્સિલર અંકિત બારોટે જણાવ્યું હતું કે શહેરમાં પ્રદુષિત પાણી, વરસાદી ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો ઉપરાંત ચોમાસામાં ઠેર-ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા છે. આજે ગાંધીનગર મહાનગર પાલિકાના અણઘડ વહીવટને કારણે ખાડાઓ અને ઉજ્જડ જમીનનું શહેર બની ગયું છે. ત્યારે વૃક્ષોના રક્ષણ માટે ટ્રી ગાર્ડની માંગ ઉઠી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x