ગુજરાત

જનસેવા ડ્રાઈવર પાર્ટી પણ ચૂંટણી મેદાનેઃ૪૦ બેઠકો પર જંગ લડશે

અરવિંદ કેજરીવાલે જ્યાં તાજેતરમાં રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ કાર્યક્રમ કર્યો છે ત્યારે રીક્ષા ડ્રાઈવરો આમ આદમી પાર્ટીમાં ન જોડાઈ જાય તે માટે રીક્ષા ડ્રાઈવરો માટે બનેલી જનસેવા ડ્રાઈવર પાર્ટીએ પણ વિધાનસભા ચૂંટણીમાં એક સાથે ૪૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે.ગુજરાતના રીક્ષા ડ્રાઈવરો માટે બનેલી જનસેવા ડ્રાઈવર પાર્ટી દ્વારા આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૪૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામા આવી છે.જેમાંથી ૨૦ બેઠકો પરના ઉમેદવારોના નામ આવતીકાલે જાહેર કરાશે

. અમદાવાદ શહેર તેમજ અમદાવાદ જિલ્લાની અને ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો મળીને ૪૦ બેઠકો પર જનસેવા ડ્રાઈવર પાર્ટી દ્વારા ઉમેદવારો ઉભા રખાશે.મહત્વનું છેકે તાજેતરમાં આમ આદમી પાર્ટીએ રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ડ્રાઈવરો સાથે ચર્ચા કર્યા બાદ ડ્રાઈવરના ઘેર જઈને ભોજન પણ લીધુ હતું.આપ પાર્ટીના આ રીક્ષા ડ્રાઈવરો સાથેના સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રીક્ષા ડ્રાઈવરો આવ્યા હતા ત્યારે રીક્ષા ડ્રાઈવરો માટે જ બનેલી જનસેવા ડ્રાઈવર પાર્ટીએ ચૂંટણી લડવાની તૈયારી કરી છે અને રીક્ષા ડ્રાઈવરો આમ આદમી પાર્ટીમાં ન જોડાય જાય અને રીક્ષા ડ્રાઈવરોના વોટ આપ પાર્ટીને ન જાય તે માટે જનસેવા ડ્રાઈવર પાર્ટીએ વહેલા જ ૨૦ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાની જાહેરાત કરી દીધી છે.આ વખતની ચૂંટણીમાં પ્રથમવાર જનસેવા ડ્રાઈવર પાર્ટી ઉમેદવારો ઉભા રાખશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x