ગુજરાત

રાજુલા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ વ્‍યક્તિગત પ્રશ્નો નિવારવામાં આવશે

અમરેલી :

વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતોના ઉકલેની ઝડપ વધે તે માટે તાલુકાકક્ષાએ સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમ સેવાસેતુના ચોથો તબક્કો યોજવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં પ્રજાજનો વ્‍યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થળે તે જ દિવસે પ્રાપ્‍ત થઇ શકે જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરું સહાય યોજના, ઇન્‍દિરા ગાંધી રાષ્‍ટ્રીય વૃધ્‍ધ સહાય, વિધવા સહાય, દીવ્‍યાંગ પ્રમાણપત્ર, મા વાત્‍સલ્ય કાર્ડ, મા અમૃત્તમ કાર્ડ, ઘરેલું નવા ચીજ જોડાણ, જનધન યોજના બેંક એકાઉન્‍ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય)-મંજૂરીપત્ર, જન્‍મ મરણ પ્રમાણપત્ર જેવી ૧ થી ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ આ સેવાસેતુ કાર્યક્રમમાં આપવામાં આવશે. આ યોજનાઓનો લાભ પ્રજાજનોને મોટા પ્રમાણમાં મળી રહે તે માટે રાજુલા સબ ડિવીઝનના તાલુકા રાજુલા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્‍તારોમાં સેવાસેતુ યોજવા અંગેનો તારીખ, વાર, સ્‍થળ, સમય સાથેના કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ નિયત તારીખ અને સ્‍થળ, સમયે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, તો આ કાર્યક્રમનો બહોળી સંખ્‍યામાં લાભ લેવા તમામ પ્રજાજનોને રાજુલા-નાયબ કલેકટરશ્રી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્‍યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x