ગુજરાત

૨૭મી ઓગષ્ટે દીવમાં યોજાશે ભારતીય વાયુ સેના ભરતી રેલી

અમરેલી :

   ભારતીય વાયુ સેનામાં ભરતી રેલી યોજાનાર છે.  ઓટોમોબાઇલ ટેક્નિકલ/ઇન્‍ડિયન એર ફોર્સ (પોલીસ) (ગ્રુપ-વાય-નોન ટેક્નિકલ) જગ્યા માટે દીવ ખાતે ભરતી યોજાશે. ૧૬ થી ૧૯.૫ વર્ષ (તા.૧૪ જુલાઇ ૧૯૯૮ થી તા.૨૬ જુન ૨૦૦૨)ની ઉંમરના અપરિણિત પુરૂષો એ ધો.૧૨ અથવા તેની સમકક્ષ ૫૦ ટકા સાથે પાસ કરેલ હોવું જોઇએ.

   શારીરિક યોગ્યતા- ઓટો. ટેક્નિકલ જગ્યા માટે ૧૬૫ની ઉંચાઇ, ૯૯ સેમી પગની લંબાઇ તેમજ ૬/૧૨,૬/૬ તથા કલર વિઝન cp-II તથા એર ફોર્સ (પી) માટે ૧૭૫ની ઉંચાઇ તથા ૬/૬ દ્રષ્‍ટિ અને કલર વિઝન cp-II ધરાવતા હોવા જોઇએ.

   સ્‍થળ- તા.૨૭ ઓગષ્‍ટ-૨૦૧૮ને સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે પદમ ભૂષણ સ્‍પોર્ટસ કોમપ્‍લેક્ષ (ક્રિકેટ સ્‍ટેડિયમ) એરપોર્ટ રોડ, ફુદમ, દીવ ખાતે યોજાનાર આ ભરતી મેળામાં એરફોર્સ અને ઇન્‍ડિયન ફોર્સને અનુરૂપ ઉમેદવાર છે કે કેમ તે અંગે અનુરૂપતા અને ક્રિયાશીલતા ઘટક કસોટી લેવામાં આવશે.

   શારીરિક કસોટી- શારીરિક કસોટીમાં ૧૬૦૦ મીટરની દોડ ૬ મીનિટ અને ૩૦ સેકન્‍ડમાં પૂર્ણ કરવાની રહેશે. ૧૦ પુશ-અપ અને ૧૦ સીટ-અપ કરવાના રહેશે. લેખિત કસોટીમાં પરીક્ષા સમય ૪૫ મીનિટનો રહેશે. ઓએમઆર પધ્‍ધતિથી પરીક્ષા લેવામાં આવશે, જે અંગ્રેજી અને હિન્‍દી માધ્‍યમમાં રહેશે.

   લેખિત કસોટી અને તબીબી પરીક્ષણ- સામાન્ય જ્ઞાન અને તર્ક સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પેશાબ, લોહીમાં હિમોગ્‍લોબિન, એક્સ-રે તથા ઇસીજી સહિતની બાબતોનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે.

   સંપર્ક- વધુ માહિતી માટે પ્રેસિડન્‍ટ, સેન્‍ટર એરમેન સિલેકશન બોર્ડ, બરાર સ્‍કેવર, દિલ્‍લી સેન્‍ટ, ન્‍યુ દિલ્હી, ટેલિફોન નં. ૦૧૧-૨૫૬૯૪૨૦૯, ૨૫૬૯૯૬૦૬ અને [email protected] તેમજ [email protected]  પર મેઇલ કરી સંપર્ક કરી શકાશે, તેમ જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *