ગાંધીનગર

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર ઝાલા, સિંધવ સહિત પાંચ પીઆઈની બદલી,

રાજય પોલીસ વડા આશિષ ભાટિયાએ બિન હથિયારધારી 113 પોલીસ ઈન્સ્પેક્ટરોની સામૂહિક બદલીનો ગંજીફો ચીપવા આવ્યો છે. જે અન્વયે ગાંધીનગરનાં પાંચ પીઆઈની પણ બદલી કરાઈ છે. જેમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ 1નાં ઇન્સ્પેકટર એચ પી ઝાલાની જામનગર તેમજ એલસીબી 2નાં ઇન્સ્પેકટર જે એચ સિંધવની જુનાગઢ તેમજ ચીલોડા પીઆઈ એમ જી જાડેજાની વડોદરા પીટીએસ તેમજ પી વી વાઘેલાની અમદાવાદ બદલી કરી દેવામાં આવી છે.રાજય પોલીસ વડાએ એકસાથે 113 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહયા છે. જેનો દૌર આજે પણ યથાવત રહ્યો છે.

 રાજય પોલીસ વડાએ એકસાથે 113 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા જ રાજયભરના અનેક પોલીસ સ્ટેશનના PIની બદલીઓ કરવામાં આવી છે.ગુજરાતના વહીવટી તંત્રમાં તબક્કાવાર ફેરફાર કરાઈ રહ્યા છે.આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતના બિન હથિયાર ધારી 38 PIની બદલી કરાઈ હતી. મહત્વનું છે કે 22 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના 24 GAS અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી હતી. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. જેને સરકાર તબક્કાવાર સત્તાવાર મહોર લગાવી રહી છે . ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટે 79 નાયબ કલેક્ટર અને 64 જીએએસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓ બદલાયા હતા.લોકલ ક્રાઇમ બ્રાંચના બંને પીઆઈની બદલી સરકારના આ બદલાવ આજે પણ જારી રહ્યા છે.

 જે અન્વયે એક સાથે 113 પીઆઈની બદલી કરી દેવાઈ છે. જે અન્વયે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 1 ના પીઆઈ એચ પી ઝાલાની જામનગર તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની જુનાગઢ અને ચીલોડા પોલીસ મથકના પીઆઈ એમ જી જાડેજાની વડોદરા પીટીએસ તેમજ અન્ય એક પીઆઈ એમ જે હુદડની સુરત શહેરમાં બદલી કરી દેવાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x