ગાંધીનગર

દહેગામ તેમજ સાંપા ખાતે વડાપ્રધાનના જન્મદિવસની સેવાકાર્યો સાથે ઉજવણી કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. આજ રોજ પીએમ મોદી ૭૨ વર્ષના થયા. આ દેશના વડાપ્રધાન મોદીના જન્મદિવસની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી વિવિધ સેવા કર્યો દ્વારા કરવામાં આવી હતી. આજે દહેગામ તેમજ સાંપા ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રક્તદાન કેમ્પ, સરકારી સુવિધાઓ માટે સ્ટોલ, હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ સહિત વિવિધ કાર્યક્રમો થકી પીએમ મોદીના ૭૨માં જન્મદિવસ ને યાદગાર બનાવવામાં આવ્યો હતો.

દહેગામ અને સાંપા ખાતે રક્તદાન શિબિર ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી, વિશ્વનેતા નરેન્દ્રભાઇ મોદીના ૭૨માં જન્મદિવસ પર ભવ્ય બલ્ડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં રક્તદાન એ દુનિયામા સૌથી મોટુ દાન છે જરૂરીયાતમંદોને રક્તનુ દાન આપવુ એ સૌથી મોટો ઉપહાર છે. શહેર અને આસપાસ ગામના રક્તદાતાઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામા રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨માં જન્મદિવસની ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનના જન્મદિવસની દહેગામ શહેર તેમજ તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. દહેગામ તેમજ સાંપામાં ભાજપ કાર્યકર્તાઓ, સામાજિક-સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવાકાર્યો સાથે ઉજવણી કરવામા આવી હતી. તેમજ ફ્રુટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ સરકારી દવાખાનામાં તેમજ બહેરામૂંગાની શાળામાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંત સિંહ ચાવડા તેમજ દહેગામ શહેર યુવા મોરચા પ્રમુખ યોગેન્દ્ર શર્મા તેમજ તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ તેમજ એ. પી. એમ. સી. ચેરમેન સુમેરુભાઈ અમીન, દહેગામ શહેર યુવા મોરચા પ્રમુખ, તાલુકા પ્રમુખ મહામંત્રી, કાર્યકર્તા તેમજ ઉપસ્થિત રક્તદાતાઓ હાજર રહ્યા હતા તેમજ લોકોને રક્તદાન કરવા પ્રેર્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x