નવરાત્રીના ગરબામાં પાઘડી બનશે આકર્ષણનું કેન્દ્ર, 3 કિલોની પાઘડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું
કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે તમામ છૂટછાટ બાદ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવરાત્રીમાં ગરબા રમઝટ ગાવા માટે ખેલાડીઓની ભારે ભીડ જોવા મળે છે. હાલ તમામ બજારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે નવરાત્રિમાં ચોલી અવનવી ડિઝાઈન અને રંગો સાથે બજારમાં આવી છે. અમદાવાદમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચણીયાચોળી સહિતની વસ્તુઓની ખરીદી કરતી વખતે લોકો ગરબાના બેઝિક સ્ટેપ શીખી રહ્યા છે.બે વર્ષ બાદ ખેલાડીઓ આરામથી ગરબા રમવા માટે તૈયાર છે. આ વખતે ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વખતે પાર્ટી પ્લોટના ગરબામાં પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે. કારણ કે 3 કિલોથી વધુ વજનની પાઘડી તૈયાર છે. આ પાઘડી ત્રિરંગાની થીમ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી અને અભિનેતા સોનુ સૂદનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. દરેક ઘરમાં તિરંગાની થીમ પર બનેલી આ પાઘડી નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પાઘડીને બનાવવામાં 25 દિવસનો સમય લાગ્યો હતો. આ વર્ષે ગરબાના નવા સ્ટેપ્સ પણ આવ્યા છે. જેમાં પુષ્પરાજ ફિલ્મના ગીતના સ્ટેપ્સ ખાસ ટ્રેન્ડમાં છે. આપણી પરંપરાને ચાલુ રાખીને કચ્છી વર્ક, ખાટ વર્ક ચણીયા ચોલી સાથેના નવરાત્રી ડ્રેસની ડિમાન્ડ છે. આ વર્ષે ખેલાડીઓ ખુલ્લેઆમ રમવા માટે તૈયાર છે. અને હવે તેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ બજારમાં ચણીયા ચોલી, સેટ, બંગડીઓ, પાઘડી જેવી વસ્તુઓની માંગ વધી છે.