રખડતાં ઢોર મામલે માલધારીઓનું આંદોલન: આજે સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દૂધ હડતાળ કરશે
હાલમાં રાજ્યમાં અનેક આંદોલનો ચાલી રહ્યા છે. તેમાં માલધારી સમાજે પણ સરકાર સામે બાયોં ચડાવી છે. ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેમાં હવે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દૂધ વેચશે નહીં. તેમજ માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ બંધ રાખવા માલધારી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. માલધારી સમાજના આ આંદોલનના પગલે આજે દૂધનો પુરવઠો ખોરવાતા દેકારો સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.તો બીજી તરફ સુમુલ ડેરીના ચેરમેનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકોને દૂધ મળશે. તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્વારા તમામ એરિયામાં રાબેતા મુજબ દૂધ આવશે. આ ઉપરાંત અનિચ્છય તત્વો સામે પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ તમામ એરિયામાં જશે જેની નોંધ લેવા વિનંતી કરી છે. રાજ્ય સરકારના પશુ નિયંત્રણ કાયદાને લઈને રાજ્યના પશુપાલકોમાં રોષ ફેલાયો છે. આ કાયદાને કાળો કાયદો ગણાવીને 21 સપ્ટેમ્બર, બુધવારના એક દિવસ માલધારી સમાજે ડેરી અને ડોર ટુ ડોર દૂધ વેચવા કે ન આપવા સહિતના અનેક નિર્ણયો લીધા હતા, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. જિલ્લો આજે દૂધની ડેરી કે અન્ય દૂધની એજન્સી અને વરામાં પણ દૂધ નહીં ભરવાનો નિર્ણય લેવાયો છે.
પશુ નિયંત્રણ કાયદાને લઈને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 21 સપ્ટેમ્બર એટલે કે બુધવારે માલધારી સમાજની ચાની કીટલી, ચાની હોટલો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.જો આગામી વિધાનસભા સત્રમાં એનિમલ કંટ્રોલ બ્લેક એક્ટને રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હિંસક આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 60,000 જેટલા દૂધના ધંધા બંધ રહેશે.આ અંગે હળવદ માલધારી મહાપંચાયતના કન્વીનર ગોપાલભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, સરકારના પશુ નિયંત્રણ કાયદાના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા એક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. 21મીએ હળવદ તાલુકાના ભરવર-રબારી સમાજ દ્વારા દૂધનું વેચાણ નહીં કરવા અને દૂધના વેપારીઓને દૂધ નહીં વેચવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. જો સરકાર પશુ નિયંત્રણ કાયદો પરત નહીં કરે તો હિંસક આંદોલન કરવાની ચીમકી આપી છે.ગુજરાત માલધારી સમાજ દ્વારા આજે એક દિવસીય દૂધ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જ્યારે ધ્રાંગધ્રાના મચુમાના મંદિર ખાતે સમસ્ત માલધારી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર માલધારી સમાજ વતી ગરીબો અને દવાખાનાને તમામ દૂધ મફતમાં આપવા જણાવ્યું હતું.કાયમી કર્મચારીઓને લાભ આપો, આઉટસોર્સ કર્મચારીઓની કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓએ કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી છે. જેમાં ઓછા વેતન પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ થતું હોવાનું જણાવ્યું હતું. જ્યારે સમાન કામ સમાન પગાર, રજા, પીએફ, લઘુત્તમ વેતન સહિતના મુદ્દાને ઉકેલવા માગે છે. જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓએ મંગળવારે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી.