કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરે નિધન, જીમમાં કસરત કરતા આવ્યો હતો હાર્ટ એટેક
આજે સવારે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું છે. રાજૂ શ્રીવાસ્તવ ઘણાં દિવસથી એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા. નોંધનીય છે કે, જીમમાં એક્સરસાઈઝ કરતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.
ડૉક્ટર્સે જૂના રિપોર્ટ્સ મગાવ્યા થોડા દિવસ પહેલાં રાજુ શ્રીવાસ્તવના નિકટના મિત્ર મકબૂલ નિસારે કહ્યું હતું, ‘રાજુની તબિયત હાલમાં સ્થિર છે. ડૉક્ટર્સની ટીમે રાજુના જૂના મેડિકલ રિપોર્ટ મગાવ્યા છે. આના આધારે ડૉક્ટર્સ બાયપાસ સર્જરી કરવાનો નિર્ણય લેશે. આમ તો રાજુ સતત ફિટ એન્ડ ફાઇન રહ્યા છે અને નિયમિત જિમ કરે છે. તેમના અનેક શહેરમાં શો લાઇનઅપમાં છે. 31 જુલાઈથી સતત શો કર્યા હતા.’
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ એક મહિનાથી નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ હતા. 10 ઓગસ્ટના રોજ રાજુને દિલ્હીની હોટલના જિમમાં હાર્ટ અટેક આવ્યો હતો અને ત્યારે તેને AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રાજુને હોસ્પિટલમાં એડમિટ થયે આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ એક મહિનો થયો છે. આ એક મહિનામાં બેવાર રાજુની તબિયત ખરાબ થઈ હતી.
પરિવારે કહ્યું હતું કે સાત સપ્ટેમ્બરે રાત્રે 2 વાગ્યાથી ગુરુવાર આઠ સપ્ટેમ્બરના રોજ સવારે આઠ સુધી આંખમાં મૂવમેન્ટ જોવા મળી હતી, પરંતુ ડૉક્ટર્સે કહ્યું હતું કે તેને હોશ આવ્યો તેમ કહી શકાય નહીં.