ગુજરાતના ખેડૂતોમાં આનંદનો માહોલ: સારા વરસાદને કારણે કપાસના ભાવમાં જોરદાર ઉછાળો!
સૌરાષ્ટ્રના સૌથી મોટા કોટન યાર્ડ બોટાદમાં કપાસની આવક શરૂ થઈ છે. અહીં દરરોજ 10 થી 15 હજાર મણ કપાસની આવક થાય છે. 1500 થી 2100 રૂપિયા સુધીની હરાજીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આગામી દિવસોમાં યાર્ડને 1 લાખ મણ કપાસ મળશે.સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુખ્યત્વે કપાસની ખેતી કરતા જોવા મળે છે. તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ બોટાદમાં આવેલું છે, જ્યાં એક સિઝનમાં 1 લાખ ટન કપાસનું ઉત્પાદન થાય છે અને બોટાદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી ખેડૂતો કપાસ વેચવા આવે છે.છેલ્લા 10 દિવસથી અહીં ખેડૂતો કપાસ વેચવા આવી રહ્યા છે. જ્યાં રોજની 10 થી 15 હજાર મણ કપાસની આવક થઈ રહી છે અને ખેડૂતોને રૂ. 1500 થી 2100 સુધીના ભાવ મળે છે. સાથે જ આગામી દિવસોમાં યાર્ડમાં કપાસની સારી એવી આવક થશે.