ગુજરાત

પાળીયાદ-તુરખા રોડ વિસ્તારમાથી મોટા પ્રમાણમા ઇંગ્લીસ દારૂ ઝડપી પાડતી બોટાદ એલ.સી.બી.

બોટાદ જીલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાંઓ દ્વારા પ્રોહીબીશન નેસ્‍ત નાબુદ કરવાની સુચના મુજબ બોટાદ એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એચ.કે.ભુવા તથા પો.સબ.ઇન્સ.શ્રી વિ.ડી.ધોરડા તથા એલ.સી.બી. સ્‍ટાફને મળેલ બાતમી આધારે તા.૩૦/૦૭/૨૦૧૬ ના રોજ પરપ્રાંન્તીય દારૂ ભરેલ એક આઇશર ગાડી પસાર થનાર છે અને તે ગાડીનુ પાઇલોટીંગ એક સફેદ કલરની સ્કોર્પીયો ગાડી કરતી હોય જે ગાડીઓનો પીછો કરી પાળીયાદ થઇ તુરખા ગામ પસાર કરી ધ્રુફણીયા જવાના રસ્તે બંન્ને ગાડીઓને ઉભી રખાવી કોર્ડન કરી તમામ સ્ટાફના માણસો સાથે ગાડીઓમા તપાસ કરતા આઇશર ગાડીના ડ્રાઇવર સંજય ઇશ્ર્વરસિંહ જાટ રહે.રાજસ્થાન તથા સ્કોર્પીયો ગાડીના ડ્રાઇવર સુરેશભાઇ જીલુભાઇ જળુ રહે.કાંતીપરા તા.સાયલા નાઓને નીચે મુજબના ગેરકાયદેસરના પરપ્રાંતીય દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે પકડી કાયદેસર કરી પાળીયાદ પો.સ્ટે.ખાતે સોંપી આપેલ છે.
(૧) રોયલ સ્ટેગ વિસ્કી કુલ-૮૮૮ નંગ બોટલ કિ.રૂ.૩,૫૫,૨૦૦/-
(૨) સ્પે. ઇવે રેર વિસ્કી કુલ-૧૩૮૦ નંગ બોટલ કિ.રૂ.૪,૧૪,૦૦૦/-
(૩) હેયવર્ડસ ૫૦૦ બીયર કુલ-૧૩૪૪ નંગ ટીન કિ.રૂ.૮૦,૬૪૦/-
(૪) વાહન સ્કોર્પીયો એક કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(૫) વાહન આઇશર એક કિ.રૂ.૭,૦૦,૦૦૦/-
(૬) આઇશરમાથી મળી આવેલ નાનામોટા ટાયર કુલ-૫૪ કિ.રૂ.૨,૭૬,૦૦૦/-
(૭) મોબાઇલ ફોન કુલ-૦૩ કિ.રૂ.૨,૦૦૦/-
*કુલ મુદામાલ કિ.રૂ.૨૩,૨૭,૮૪૦/-*

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x