ગુજરાત

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે હરખોત્સવ કાર્યક્રમ યોજાયો

ગુજરાત વિદ્યાપીઠ પરિસર ખાતે એમ.સી.એ વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા નવા આવેલા વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેનો આ હરખોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેનુ સમ્પુર્ણ આયોજન આ વિભાગ ના વિદ્યાર્થીઓ એ કર્યુ હતુ.
જેમા ગણેશ વંદના,ડાન્સ,ગરબા,નાટક,એકપાત્રી અભિનય,જેવા કાર્યક્રમો હતા.મુખ્ય મહેમાન તરીકે આચાર્ય શ્રી કનૂભાઇ નાયક દ્વારા નવા વિદ્યાર્થીઓ ને આવકાર્યા હતા.અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર આપીને તેમનુ સન્માન કર્યુ હતુ.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ તેમના અનુભવ જણાવતા કહ્યુ હતુ કે,સમાજ મા વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ એક આગવી છાપ ઊભી કરે છે તથા વિદ્યાપીઠ પાસેથી અલગ કેળવણી અને વિદ્યાર્થીઓ ઘડતર પામે છે.આ તમામ કાર્યક્રમ નો સફળતાપૂર્વક ફાળો એમ.સી.એ.વિભાગ ના વિદ્યાર્થીઓ ને જાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x