ગુજરાત

સોમનાથ મંદિરમાં Dy.CM નીતિન પટેલની કઈ હરકતથી તેમનો પુત્ર અકળાયો ?

સોમનાથ :
આજે શ્રાવણ માસના સોમવારે સોમનાથ મહાદેવનાં મંદિરે દર્શનાર્થીઓનો ભારે ધસારો રહેતો હોય છે,ત્યારે રાજય ના Dy.CM નીતિન પટેલ પરિવાર સાથે સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં.

મંદિરમાં દર્શન સમયે નીતિન પટેલની બાજુમાં જ ઉભેલો તેમનો પુત્ર જ્યારે દાન પેટી માં પૈસા નાખવા જઇ રહ્યો છે ત્યારે નીતિન પટેલ દ્રારા પુત્ર ને અટકાવતો ઍક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં તરેહ તરેહની ચર્ચાઓ થવા લાગી છે. જો કે સમગ્ર ઘટના પાછળ ની હકીકત શુ છે તે વિડીયોમાં જ અકબંધ રહી છે.

મળતી માહીતી મુજબ, આજે શ્રાવણ માસના સોમવારે હિન્દુઓનાં આસ્થાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમનાં પરિવાર સાથે પહોંચ્યા હતા. નીતિન પટેલે મહાદેવના દર્શન કરી ગુજરાતના વિકાસ અને પ્રજા માટે આશીર્વાદ મેળવ્યા હતા.

આ દરમિયાન નીતિન પટેલનો દીકરો મંદિરની દાનપેટીમાં રૂપિયા દાન કરવા જઇ રહ્યો હોય છે તે દરમિયાન નીતિન પટેલ તેમને રોકે છે પરિણામે દીકરો તેમના પર અકળાય હોય એવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં વિવિધ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x