મોટી દુર્ઘટના પછી જ કેમ સરકારી તંત્ર જાગૃત થાય છે ?
ગાંધીનગર :
ઍક બાજુ ભાજ્પ સરકાર મુખ્ય મંત્રી આવાસ યોજના અને પ્રધાન મંત્રી આવાસ યોજના ની મસમોટી જાહેરાતો કરે છે,તો બીજી બાજુ આ જ ભાજ્પની સરકારમાં ગરીબોને ફાળવેલી ઇમારતો જર્જરિત થઈ પડી જવાની રાહ જોતાં તંત્ર ના અધિકારીઓ છાકટા બની રજૂઆતો કરવા ગયેલ મકાન ધારકો ની રજૂઆતો ને ધ્યાને લેવાને બદલે આંખ આડા કાન કરે છે.અને અંતે અમદાવાદ ની જેમ સરકારી ઇમારતો ધરાશાયિ થઈ નિર્દોષ લોકો નો ભોગ લે ત્યાં સુધી સરકાર ઘોર નિંદ્રામાં સૂતી રહે છે.
ઍક બાજુ ભાજ્પ ગરીબો ની હમ દર્દ હોવાનો ડોળ કરે છે તો બીજી બાજુ આ જ ભાજ્પ ના ભ્રષ્ટ શાસન ને પાપે નિર્દોષ ગરીબો મોતના મુખ માં ધકેલાય છે.
જો ખરેખર ગરીબો પ્રત્યે આટલી જ હમદર્દી હોય તો આવી સરકારી જર્જરિત ઇમારતો મા રહેતાં મકાન ધારકો ની ઇમારતો ને સમયસર રીપેર કેમ નથી કરાતી.નીર્દોષો ના જીવ લીધાં બાદ જ સરકાર ને કેમ ડહાપણ આવે છે? કે પછી સરકારનો અધિકારીઓ પર કોઈ અંકુશ જ નથી ?
ગરીબો માટે આવાસ યોજનાની જાહેરાતો કરતી સરકારને સૌ પ્રથમ તો જર્જરિત ઇમારતો મા રહેતાં લોકો ને નવા આવાસ મકાનો ફાળવી , જર્જરિત ઇમારતો ને સ્થાને નવા આવાસો બનાવવા નો વિચાર કેમ નથી આવતો ? જો કે ભાજ્પ ના શાસનમાં સૌથી વધારે ભ્રષ્ટા ચાર રોડ રસ્તાઓ નો છે,જેનાથી કદાચ મુખ્ય મંત્રી પણ અજાણ નહીં હોય,અને એ ઍક નિર્વિવાદ સત્ય છે,પણ આ ખુલ્લા ભ્રષ્ટાચાર સામે કાયદાનો કોરડો ઉગામતા કદાચ સરકાર ને કોન્ટ્રાક્ટરો ની દયા આવતી હશે ?
તત્કાલીન CM મોદી ના શાસનમાં ભ્રષ્ટાચાર ની આદત થી મજબૂર અધિકારીઓ પણ ઍક ખોટું કામ કરતા ફફડતા હતાં,પણ મોદી ના દિલ્હી ગમન બાદ ગુજરાત માં સરકારી તંત્ર પર સરકારની પક્કડ ઢીલી પડી છે એ વર્તમાન સરકારે સ્વીકારવું રહ્યુ.માત્ર જાહેરાતો માં જ પાવરધા વર્તમાન ભાજ્પ સરકારની અનેક જાહેરાતો હજુ કાગળ પર જ રહી ગઇ છે,કે જેની શાહી પણ કાગળ પરથી હવે ઊડી ગઇ હશે.સરકાર ની મીઠી નજર હેઠળ થયેલો ભ્રષ્ટાચાર હવે રસ્તાઓ ઉપર ખુલ્લે આમ દેખાવા લાગ્યો છે,ત્યારે કદાચ ઍમ કહેવું અનુચિત નહીં ગણાય કે ભય,ભુખ અને ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધી રહયાં છે,ત્યારે હવે જનતાએ પણ પોતાના વોટ પાવરનો પરચો બતાવી સરકારની શાન ઠેકાણે લાવવાનો સમય પાકી ગયો છે.