ગાંધીનગર

ગાંધીનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધૂમ્મસ છવાયું

સમગ્ર રાજ્યમાં વાદળછાયા વાતવારણ વચ્ચે આજે વહેલી સવારથી જ અમદાવાદ-ગાંધીનગર સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી છે. શિયાળો અને વરસાદી ઠંડી સાથે ધુમ્મસની ચાદરથી આ વિસ્તારો જાણે હિલ સ્ટેશન હોય તેવું આલ્હાદક વાતાવરણ સર્જાયું હતું તો બીજી તરફ ધુમ્મસના કારણે વિઝિબિલટીમાં ઘટાડો થતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.ગાંધીનગરમાં વહેલી સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્‌યા હતો.

નજીકની વસ્તુ ના દેખાય તેવું ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતુ. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી.જેમાં ગાંધીનગર જિલ્લામાં વાતાવરણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને આજ વહેલી સવાર સુધી ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં સવારે નદી કીનારે પર હિલ સ્ટેશન પર હોય તેવું ગાઢ ધૂમમ્સ છવાયું હતું. શહેરના મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતા આહલાદક નજારો જોવા મળ્યો હતો, પણ વાહનચાલકોને થોડેક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે ધુમમ્સ એટલું ગાઢ હતું કે નજીકના અંતરેથી પણ કોઇપણ વસ્તુઓ દેખાતી ન હતી અને વાહન ચાલકોને ફરજીયાત પણે લાઈટો ચાલુ રાખીને ધીમે ધીમે પસાર થવું પડ્‌યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x