મ. દે.ગ્રામસેવા સંકુલ સાદરા ના વિદ્યાર્થીઓ અને સ્ટાફે નેશનલ ગેમ્સ મહાત્મા મંદિર ગાંધીનગર ની મુલાકાત લીધી
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ના વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ સાથે 36મા નેશનલ ગેમ્સ ગાંધીનગર મુકામે સુંદર આયોજન થયેલું છે ત્યારે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય કક્ષાની રમતગમત નિહાળી ખેલાડીઓનું ઉત્સાહવર્ધન થાય અને તેઓ પણ પ્રેરણા મેળવે તે હેતુથી મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી. સાદરા સંકુલના 270 જેટલા વિદ્યાર્થી અને સમગ્ર સ્ટાફ સાથે ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મેહશભાઈ ચૌધરીના પ્રયત્નો દ્વારા સફળ કાર્યકમ રહ્યો હતો. મહાત્મા મંદિર ખાતે વિવિધ ગેમ્સ નું આયોજન છે તેમાં બોક્સિંગ, જૂડો વગેરે નેશનલ ગેમ્સ વિદ્યાર્થીઓને જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મહેશભાઈ ચૌધરી ના આમંત્રણ અને વહીવટી તંત્ર ની મદદથી સફળ થયું હતું. સંકુલના સંયોજક ડૉ.રાજેન્દ્ર જોષીના માર્ગદર્શનમા પ્રોગ્રામ ઓફિસર અને યુવા અધ્યાપક ડૉ.મોતીભાઈ દેવુના આયોજન થકી સમગ્ર અધ્યાપકશ્રીઓ અને સેવકોમાં ડૉ.ગાયત્રી દત્ત મહેતા, ડૉ.દિવ્યેશ ભટ્ટ, ડૉ. ધ્વનિલ પારેખ, ડૉ.અતુલ પરમાર, શ્રી બળદેવ મોરી, ડૉ.વિક્રમસિંહ અમરાવત, ડૉ. અમરેન્દ્ર પાંડે, ડૉ.મિલન ભટ્ટ, ડૉ.જયોતિ લાંબા, શ્રી ફોરમ બાવા, શ્રી મોહનભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ , શ્રી વાસંતીબેન પરમાર, શ્રી જયેશભાઈ રાવલના મદદ થી કાર્યકમ સફળ રહ્યો હતો.